ETV Bharat / city

અમદાવાદમાં કોરોના રિટર્ન્સ : આવતીકાલથી આ જગ્યાએ શરુ થશે ટેસ્ટિંગ

author img

By

Published : Jun 7, 2022, 6:44 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા (Corona returns to Ahmedabad) કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. છેલ્લા દૈનિક 40 જેટલા કેસ નોંધાતા શહેરના ટ્રાન્સપોર્ટના સ્થળે ટેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોના રિટર્ન્સ : આવતીકાલથી આ જગ્યાએ શરુ થશે ટેસ્ટિંગ
અમદાવાદમાં કોરોના રિટર્ન્સ : આવતીકાલથી આ જગ્યાએ શરુ થશે ટેસ્ટિંગ

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ જોવા મળી રહ્યા હતાં. પરંતુ છેલ્લા 2 માસથી કોરોના દૈનિક કેસ 10થી ઓછા જોવા મળી રહ્યા હતાં. ત્યાર બાદ હવે છેલ્લા 20 દિવસથી કોરોના કેસની સંખ્યામાં વધારો (Corona returns to Ahmedabad)થતાં કોર્પોરેશન દ્વારા ફરીવાર અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ (Corona testing starts from June 8 in Ahmedabad ) શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

AMC અધિકારીએ આ વિશે વધુ માહિતી આપી હતી

આ પણ વાંચોઃ Corona In Gandhinagar: GNLU કેમ્પસ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, 35 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન

207 એક્ટિવ કેસ 3 દર્દી હોસ્પિટલની સારવાર હેઠળ - છેલ્લા 2 માસથી શહેરમાં કોરોનાના કેસ 10થી ઓછા જોવા મળતા હતાં. પરંતુ છેલ્લા 20 દિવસમાં રોજના 40 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં હાલ 207 જેટલા એક્ટિવ કેસની (Corona returns to Ahmedabad)સંખ્યા પહોંચી છે. 3 દર્દીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને IPL મેચ જોવા ગયેલ મણિનગરના યુવાનનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેના પરિવારને પણ ટેસ્ટ કરાવતા તમામના રિપોર્ટ નોર્મલ આવતા કોર્પોરેશને રાહતનો શ્વાસ લીધો હતો.

ટ્રાન્સપોર્ટેશનોની જગ્યાએ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે -શહેરમાં કોરોના કેસ વધતા (Corona returns to Ahmedabad)શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ગીતા મંદિર અને રેલવે સ્ટેશન પર (Corona Testing Dome in Ahmedabad) આવતીકાલથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. હાલમાં 1600 જેટલા દૈનિક ટેસ્ટ (Corona testing starts from June 8 in Ahmedabad )કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચોઃ સાવધાન ! ફરી IPLના ગ્રાઉન્ડમાંથી કોરોનાએ કર્યું માથું ઉચું, તંત્રમાં અફરાતફરીનો માહોલ

પ્રિકોશન ડોઝ લેવા જનતાને અપીલ કરવામાં આવી - એએમસી આરોગ્ય વિભાગ (AMC Health Department ) હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 18 થી 59 વર્ષ સુધીના લોકો પ્રિકોશન ડોઝ જલ્દી લઇ લેવા વિનંતી છે. જ્યારે ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી ઉપરના લોકોએ શહેરના અર્બન હેલ્થ સેન્ટરો પર જઇ પ્રિકોશન ડોઝ પૂર્ણ કરવાની અપીલ (Corona returns to Ahmedabad) કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.