ગુજરાત

gujarat

Bharatsinh Solanki સહિત ચાલતાંચાલતાં રાજભવન ચાલતા પહોંચ્યા Congress લીડર્સ, વાત વિરોધની છે

By

Published : Jul 23, 2021, 3:16 PM IST

Pegasus જાસૂસીકાંડમાં કોંગ્રેેસે ( Congress ) રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ( Governor Devvrat Acharya ) આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટના સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તટસ્થ તપાસ કરાવવાની માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે પોલીસ અને રાજભવન દ્વારા ફક્ત કોંગ્રેસના 8 જ નેતાઓને પરવાનગી આપવામાં આવી હોવા છતાં 70થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.

Bharatsinh Solanki સહિત ચાલતાંચાલતાં રાજભવન ચાલતા પહોંચ્યા Congress લીડર્સ, વાત વિરોધની છે
Bharatsinh Solanki સહિત ચાલતાંચાલતાં રાજભવન ચાલતા પહોંચ્યા Congress લીડર્સ, વાત વિરોધની છે

  • કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર
  • Pegasus જાસૂસીકાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરવાની માગ
  • રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓના ફોન ટેપ થયાં હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ
  • રાજભવન જવા કોંગ્રેસના નેતાઓ માટે પોલીસની ગાડી હતી સ્ટેન્ડબાય
  • પોલીસ જોડે ચર્ચા કર્યાં બાદ પગપાળા ગયાં કોંગ્રેસના નેતાઓ

ગાંધીનગર: દેશમાં Pegasus જાસૂસી કાંડ સંસદમાં હોબાળા બાદ હવે ગુજરાતમાં પણ તેના પડઘા પડયા છે કોંગ્રેસના ( Congress ) નેતા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની સૂચના આપી હતી. ત્યારે આજે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ( Governor Devvrat Acharya ) આવેદનપત્ર પાઠવીને જાસૂસીકાંડની સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા અને રાજભવન દ્વારા ફક્ત આઠ જ કોંગ્રેસ નેતાઓને પરવાનગી આપવામાં આવી હોવા છતાં 70થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.
ગુજરાતની ચૂંટણીઓ નેતાઓના ફોન થાય છે ટેપ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકાર પણ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે ત્યારે કોંગ્રેસના ( Congress ) નેતાઓના પણ ટેપ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે વર્ષ 2017 અને 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સભ્યો અને નેતાઓના ફોન ટેપ કરવામાં આવતાં હતાં. જ્યારે તેમના પરિવારજનોને પણ જાસૂસી કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતાં.

જાસૂસીકાંડની સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માગ
દેશમાં વણજાહેર કરાયેલી ઇમરજન્સીઅમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય ટેલિગ્રામ એક્ટની કલમ-૫ મુજબ જો દેશમાં ઈમરજન્સી હોય તો તેવા લોકોના ફોન ટેપ કરવામાં આવતાં હોય છે. અત્યારે દેશમાં ન જાહેર કરાયેલી ઇમર્જન્સી હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતાં. લોકોને આતંકવાદી અને નક્સલવાદીઓ છે તેવા પણ પ્રશ્ન કરવામાં આવ્યાં હતાં.સરકારે સોફ્ટવેરની ખરીદી કરી છે ?અમિત ચાવડાએ કંપની દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે તે કેન્દ્ર સરકાર દ્વારા ખરીદવામાં આવ્યું છે કે નહીં, જો ખરીદવામાં આવ્યું હોય તો કેન્દ્ર સરકાર તેનો ઉપયોગ કઈ રીતે કરી રહી છે અને કોના કોના ફોન રેકોર્ડિંગ કરી રહ્યાં હોવાના પણ પ્રશ્ન સરકારને અમિત ચાવડાએ કર્યા હતાં. આ ઉપરાંત અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટીને ભારતીય જાસૂસી પાર્ટીનું નામ પણ આપ્યું હતું. દેશમાં પત્રકારો, ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ મળીને કુલ 300 લોકોની જાસૂસી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.સુપ્રીમ કોર્ટ દ્વારા તટસ્થ તપાસની માગકોંગ્રેસના ( Congress ) પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા Pegasus ફોન ટેપિંગ કાંડ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માગ કરી હતી. તેને અનુસંધાને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ( Governor Devvrat Acharya ) આવેદનપત્ર પાઠવીને રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલે અને રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની કમિટી રચી તટસ્થ તપાસ કરાવે તેવી માગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details