ગુજરાત

gujarat

Flagship schemes in gujarat: વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે દર મહિને ઉચ્ચસ્તરીય બેઠક યોજશે CM ભૂપેન્દ્ર પટેલ

By

Published : Dec 1, 2021, 10:47 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ તથા ફલેગશિપ યોજનાઓ (developmental projects and flagship schemes in gujarat)ની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન (operational progress review of gujarat government project) માટે દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજવાનો અભિગમ અપનાવ્યો છે. આ બેઠક આજે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

Flagship schemes in gujarat: વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે દર મહિને ઉચ્ચસ્તરીય બેઠક યોજશે CM ભૂપેન્દ્ર પટેલ
Flagship schemes in gujarat: વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે દર મહિને ઉચ્ચસ્તરીય બેઠક યોજશે CM ભૂપેન્દ્ર પટેલ

  • દર બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પ્રોજેક્ટસની સમીક્ષા કરાશે
  • નાના સ્ટ્રીટ વેન્ડર્સને પૂન: બેઠા કરવાની પી.એમ સ્વનિધિ યોજનાની સમીક્ષા કરી
  • ધરોઇ ડેમ સાઇટ અને ડાયમંડ બુર્શની પણ કરી સમીક્ષા

ગાંધીનગર: રાજ્યના અગત્યના-ફલેગશિપ વિકાસ પ્રોજેક્ટસ (developmental projects and flagship schemes in gujarat)ની કામગીરીની પ્રગતિ સમીક્ષા દર મહિનાના પ્રથમ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હાથ ધરાશે.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નવતર અભિગમ કર્યો છે. આજે આ બેઠક મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી, શહેરી વિકાસ રાજ્યપ્રધાન તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની બેઠક કરશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ તથા ફલેગશિપ યોજનાઓ (Flagship schemes in gujarat)ની કામગીરીની પ્રગતિ સમીક્ષા (operational progress review of gujarat government project) અને આગામી આયોજન માટે દર મહિને બેઠક યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યપ્રધાન 'CM ડેશબોર્ડ'ના ઇન્ડિકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરી સમીક્ષા (performance review of various project by bhupendra patel) હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવાના છે.

મુખ્યપ્રધાને પી.એમ સ્વનિધિ યોજનાની સમીક્ષા કરી

ભૂપેન્દ્ર પટેલે આ નવિન ઉપક્રમ અન્વયે ગાંધીનગરમાં આજે બેઠક યોજી (cm held a meeting in Gandhinagar) હતી. મુખ્યપ્રધાને કોરોનામાં આર્થિક વિપરીત સ્થિતીનો સામનો કરી રહેલા નાના સ્ટ્રીટ વેન્ડર્સ, ફેરિયાઓ-લારી ગલ્લા ધારકોને પૂન: બેઠા કરવાની પી.એમ. સ્વનિધિ યોજના (pm svanidhi yojana gujarat)ની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યના શહેરો-નગરોમાં ઘરવિહોણા નિરાધાર લોકો માટે શેલ્ટર હોમ્સ-આવાસ અંતર્ગત થયેલી કામગીરીની વિગતો પણ રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરો પાસેથી મેળવી હતી.

વડનગરના ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટની માહિતી મેળવી

CM ભૂપેન્દ્ર પટેલે આ બેય યોજનાઓનો લાભ મહત્તમ જરૂરતમંદ વ્યક્તિઓને આપવા રાજ્યમાં તેનો વ્યાપ વિસ્તારવા પણ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન નગર વડનગર (hometown of pm modi)ના સર્વગ્રાહી વિકાસ પ્લાન અન્વયે પ્રેરણા સ્કૂલ પ્રોજેક્ટ (prerna school project vadnagar), આર્કીયોલોજીકલ એક્સપરિમેન્ટ મ્યૂઝિયમ (archaeological experiment museum vadnagar), સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અન્વયે વડનગરના વિવિધ ઐતિહાસિક સ્થાનોના રિ-ડેવલપમેન્ટ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમ સાઇટ અને તેની આસપાસના વિસ્તારને વર્લ્ડકલાસ સસ્ટેઇનેબલ ટુરિઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાના કાર્ય આયોજનની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

પ્રવાસન પ્રવૃત્તિનું કેન્દ્ર ધરોઇ બની શકે તેમ છે

ધરોઇની આસપાસ યાત્રાધામ અંબાજી, પોળોના જંગલો, સૂર્યમંદિર મોઢેરા તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ (world heritage site rani ki vav) અને પ્રાચીન તીર્થ વડનગર જેવા પ્રવાસન યાત્રાધામો આવેલા છે. તેને ધરોઇ ડેમ સાઇટની સમગ્ર પ્રવાસન સરકીટ સાથે જોડવાના આયોજન અંગે બેઠકમાં પરામર્શ થયો હતો. આ હેતુસર પ્રાદેશિક પ્રવાસન પ્રવૃત્તિનું કેન્દ્ર ધરોઇ (regional tourism activity in gujarat) બની શકે તેમ છે એમ પણ આ તકે જણાવ્યું હતું.

વર્લ્ડ ક્લાસ ડ્રીમ સિટીની પણ સમીક્ષા કરી

ભૂપેન્દ્ર પટેલે ડાયમન્ડ નગરી સુરતમાં આકાર પામી રહેલા વર્લ્ડ ક્લાસ ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્શની પણ સમીક્ષા કરીને આ બધા જ પ્રોજેક્ટ્સમાં વધુ ગતિ લાવવા પણ સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરો તથા મહેસાણાના જિલ્લા કલેક્ટરે વિડીયો કોન્ફરન્સથી જોડાઇને મુખ્યપ્રધાનને પૂરક વિગતો આપી હતી.

આ પણ વાંચો: VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

આ પણ વાંચો: Amdavad Municipal Corpoation: કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નહિ યોજાય "કાંકરિયા કાર્નિવલ"

ABOUT THE AUTHOR

...view details