ગુજરાત

gujarat

રાજકોટ ઓવરબ્રિજ દીવાલ ધરાશાયી ઘટનાના 2 મૃતકોને સીએમ રાહતનિધિમાંથી 4 લાખની સહાય જાહેર

By

Published : Jun 9, 2020, 2:19 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ગઈકાલે આજીડેમ ચોકડી પાસે દીવાલ ધરાશાયી થવાથી બે નાગરિકોના મોત નિપજવાની ઘટનામાં રાહત સહાય જાહેર કરી છે. જેમાં આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બંને મૃતકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

રાજકોટ ઓવરબ્રિજ દીવાલ ધરાશાયી ઘટનાના 2 મૃતકોને સીએમ રાહતનિધિમાંથી 4 લાખની સહાય જાહેર
રાજકોટ ઓવરબ્રિજ દીવાલ ધરાશાયી ઘટનાના 2 મૃતકોને સીએમ રાહતનિધિમાંથી 4 લાખની સહાય જાહેર

ગાંધીનગર :ગઈ કાલે રાજકોટમાં આજી ડેમ ચોકડી ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બે નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જવાબદારી લેવામાં આવી ન હતી. ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટેની સૂચના પણ આપી હતી. આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બંને મૃતકોના પરિવારોને મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે.

ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશો સીએમ રૂપાણીએ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા છે. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા સ્વ.ભૂપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વીરડા એમ બે મૃતકોના પરિવારને રૂ.૪-૪ લાખ મળી કુલ ૮ લાખની સહાય મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી ચૂકવવાની સૂચના પણ આજે જિલ્લા કલેકટરને આપી છે.

ABOUT THE AUTHOR

...view details