ગુજરાત

gujarat

ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં: સી.આર.પાટીલ

By

Published : Jan 26, 2022, 11:16 AM IST

Updated : Jan 26, 2022, 12:19 PM IST

આજે 73મા ગણતંત્ર દિવસે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (Republic Day Celebration Kamalam) ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજનવંદન (Flag salute by CR Patil) કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Ambedkar
Ambedkar

ગાંધીનગર:આજે દેશભરમાં 73મા ગણતંત્ર દિવસને લોકો એક સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે. કોવિડ નિયમોના પાલન સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રદેશ કાર્યાલાય કમલમ (Republic Day Celebration CR Patil) ખાતે ધ્વજનવંદન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજના દિવસે 1950ના વર્ષમાં આપણા દેશનું બંધારણ (C R Patil Statement On Constitution) લાગુ કરવામાં આવ્યું હતું. ભારતના કેટલાય વીરપુત્રો અને સ્વતંત્રસેનાનીઓએ ઘણો સંઘર્ષ કરી દેશને આઝાદી અપાવી છે.

ડો. બાબસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં: સી.આર.પાટીલ

આ પણ વાંચો: CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

આજના દિવસે શહીદોને યાદ કરવા જોઈએ: પાટીલ

આજના આ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધ્વજવંદન (Republic Day Celebration Kamalam) કરી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજના આ પ્રજાસત્તાક દિન આજે ખુબ ઉત્સાહથી ઉજવાઇ રહ્યો છે. દેશને આઝાદી અપાવવા જે વીરપુત્રો શહિદ થયા છે. જેમને પોતાની યુવાની જેલમાં વિતાવી છે, જેમને અંગ્રેજોનો જુલમ સહન કર્યા છે તેવા વીરોને આજે આપણે યાદ કરવા જોઇએ. સાથે જ તેમના પરિવારને પણ યાદ કરવો જોઇએ. કારણે કે તેમના યોગદાનને કારણે આપણા દેશને આઝાદી મળી શકી.

કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજનવંદન

આ પણ વાંચો: Republic Day 2022: વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છા

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી: પાટીલ

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણો દેશ ઉભરી આવ્યો છે. સૌથી મજબૂત લોકશાહી દેશ તરીકે આપણે પ્રગતી કરી રહ્યા છીએ. આજના દિવસે આપણા દેશનું બંધારણ ડો. બાબાસાહેબ આંબેડકરે (C R Patil on Dr Ambedkar) જે રીતે ઘડ્યું છે કે કોઇની ઇચ્છા હોય તો પણ તેમા કોઇ ફેરફાર થઇ શકે નહી. આ બદલ ડો. બાબાસાહેબ આબંડકરજીનો પણ આભાર વ્યકત કર્યો. સી.આર.પાટીલે આજના દિવસે ખાસ સંકલ્પ લેવાનો આગ્રહ રાખ્યો કે, આપણા દેશને જે સ્વતંત્રતા મળી છે તેને ટકાવી રાખવા આપણે શહીદ થવુ પડે તો પણ આપણે તૈયાર રહેશું. જે પણ જવાબદારી આવે તે નિષ્ઠાપુર્વક નિભાવીશું.

કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજનવંદન
Last Updated : Jan 26, 2022, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details