ગુજરાત

gujarat

131 Babasaheb Ambedkar Jayanti : પુષ્પાંજલિ કાર્યક્રમમાં સફાઈકર્મીની પ્રધાનને ધમકી, નોકરી પર પાછા લો નહીં તો હું ઝેર ખાઈશ

By

Published : Apr 14, 2022, 3:28 PM IST

ગાંધીનગર ખાતે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ (131 Babasaheb Ambedkar Jayanti) કાર્યક્રમ દરમિયાન એક સફાઈકર્મી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સફાઇકર્મીએ સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટપ્રધાન પ્રદીપ પરમાર સમક્ષ નોકરી પર પરત લો નહીં તો હું જાહેરમાં ઝેર ખાઈ લઈશ તેવી ચીમકી ( Sweeper threat to Social Justice Minister Pradeep Parmar) ઉચ્ચારી હતી.

131 Babasaheb Ambedkar Jayanti : પુષ્પાંજલિ કાર્યક્રમમાં સફાઈકર્મીની પ્રધાનને ધમકી, નોકરી પર પાછા લો નહીં તો હું ઝેર ખાઈશ
131 Babasaheb Ambedkar Jayanti : પુષ્પાંજલિ કાર્યક્રમમાં સફાઈકર્મીની પ્રધાનને ધમકી, નોકરી પર પાછા લો નહીં તો હું ઝેર ખાઈશ

ગાંધીનગર : આજે 14 એપ્રિલ નિમિત્તે સમગ્ર દેશમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની (131 Babasaheb Ambedkar Jayanti) ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને લોકો પુષ્પાંજલિ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટપ્રધાનો પણ પુષ્પાંજલિ માટે આવ્યા હતાં. ત્યારે પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ ગાંધીનગર સફાઇ કર્મચારીના આગેવાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટપ્રધાન પ્રદીપ પરમાર સમક્ષ સફાઈકર્મીએ નોકરી પર પરત લો નહીં તો હું જાહેરમાં ઝેર ખાઈ લઈશ તેવી ચીમકી ( Sweeper threat to Social Justice Minister Pradeep Parmar)ઉચ્ચારી હતી.

સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓને ખુલ્લી ધમકી આપવામાં આવી

છેલ્લા 2 મહિનાથી સફાઈકર્મીઓનો વિરોધ- ગાંધીનગર કોર્પોરેશન(Gandhinagar Corporation) છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કાયમી નોકરી ઉપર રાખવામાં આવેલ હતાં જે સફાઇ કર્મચારીઓને સ્માર્ટ વોચ પહેરવાનો નિયમ કરવામાં આવે છે. જ્યારે બે મહિનાથી હડતાળ પર હોવાથી તેઓને છૂટા કરીને અન્ય સફાઈ કર્મચારીઓને નોકરીએ રાખવામાં (problem of contract base cleaners)આવ્યા છે. ત્યારે છૂટા કરેલા સફાઈ કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાની માગ સાથે આજે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓને ખુલ્લી ધમકી આપવામાં આવી હતી કે જો આ કર્મચારીઓને નોકરી પર પરત નહીં લેવામાં આવે તો જાહેરમાં ઝેર પીને( Sweeper threat to Social Justice Minister Pradeep Parmar) આત્મહત્યા કરશે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં સફાઈકર્મીઓની માગ ન સંતોષાતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારી

સોમવાર સુધીનું અલ્ટિમેટમ - ખેંગાર નામના સફાઈકર્મીએ પત્રકાર પરિષદ પૂર્ણ થતા તાત્કાલિક ધોરણે પ્રદીપ પરમારને ધમકી આપી હતી કે સોમવાર સુધીમાં જો સફાઈ કર્મચારીઓને નોકરી પર પરત રાખવામાં નહીં આવે તો હું જાહેરમાં ઝેર પીને આત્મહત્યા ( Sweeper threat to Social Justice Minister Pradeep Parmar)કરશે. જ્યારે હું નાનપણથી જ ભાજપના સક્રિય કાર્યકર્તા છું, ભાજપ માટે કામ પણ કરું છું, જ્યારે આપણા સમાજના 10 થી 12 ધારાસભ્યો હોય તો બધું થાય. આ ઘટના બાદ રાજ્યના કેબિનેટપ્રધાન પ્રદીપ પરમારે શાંતિથી રજૂઆત કરવા ઓફિસે આવીને ચર્ચા કરવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Crime Branchના 2 કોન્સ્ટેબલે સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ બની બોટાદ ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details