ગુજરાત

gujarat

121 days of good governance: ગુજરાત પટેલની સરકારના 121 દિવસ પુર્ણ, સત્તા ભોગવવાની નથી સેવા કરવા માટે: ભૂપેન્દ્ર પટેલ

By

Published : Jan 17, 2022, 5:28 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)જાહેરાત કરવામાં આવી હતી. 17 જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલની સરકારને 121 દિવસ (121 days of good governance)પૂર્ણ થયા છે. આજ દિન સુધી કરેલા મહત્વના કાર્યોને ધ્યાનમાં લઈને એક ખાસ બુક તૈયાર કરાવી છે. જેમાં તમામ નાનામોટા મહત્ત્વના કાર્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે 121 દિવસના કયાં કયાં મહત્વના કાર્યો કર્યા છે તે તમામ વિગતો પણ બુકમાં વર્ણવી છે.

121 days of good governance: ગુજરાત પટેલની સરકારના 121 દિવસ પુર્ણ, સત્તા ભોગવવાની નથી સેવા કરવા માટે: ભૂપેન્દ્ર પટેલ
121 days of good governance: ગુજરાત પટેલની સરકારના 121 દિવસ પુર્ણ, સત્તા ભોગવવાની નથી સેવા કરવા માટે: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર :11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ ની જાહેરાત થઈ હતી. જેમાં 17 જાન્યુઆરીના રોજ ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)સરકારને 121 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા આજે 121 દિવસ સુશાસનના (121 days of Gujarat Patel government completed)દિવસ તરીકેની એક બુક લોન્ચિંગ કર્યું છે જેમાં રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સત્તા એ ભોગવવાની નહીં પરંતુ સત્તા લોકોની સેવા કરવા માટેની છે.

121 દિવસમાં કરેલ કામ બુકમાં વર્ણવી

રાજ્યના મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ લેતાભૂપેન્દ્ર પટેલે આજ દિન સુધી કરેલા મહત્વના કાર્યોને ધ્યાનમાં લઈને એક ખાસ બુક (Good Governance Day Book Launching)તૈયાર કરાવી છે. જેમાં તમામ નાનામોટા મહત્ત્વના કાર્યની સૂચિતૈયાર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે 121 દિવસના કયાં કયાં મહત્વના કાર્યો કર્યા છે તે તમામ વિગતો પણ બુકમાં વર્ણવી છે.

સુશાસનના 121 દિવસ

સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું

પોતાના ભક્તોને દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્ટેશનમાં પણ હાલ દેશમાં અગ્રેસર છે અત્યાર સુધીમાં નવ કરોડ થી વધુ વ્યક્તિઓને જ આપવામાં આવ્યા છે. જ્યારે અમારી નવી અને ઉર્જાવાન ટીમે શાસન સંભાળ્યા પહેલા દિવસથી લોકો માટે અને લોકોના પ્રશ્નોને વધુમાં વધુ અને વહેલી તકે તેનુ નિરાકરણ આવે તે બાબતને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)કાર્યકર્તાઓને એવા સંસ્કાર મળ્યા છે કે સત્તા ભોગવતા નહીં પરંતુ સેવાનું માધ્યમ બનાવ્યું છે.

121 દિવસની કામગીરી

21 દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ ગઈ પછી એ શપથ ગ્રહણ કર્યાના બીજા જ દિવસે તેઓ ગુજરાતમાં પડેલા ભારે થી અતિભારે વરસાદ વિસ્તારમાં એટલે કે જામનગર રાજકોટમાં સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એક હજાર કરોડનું રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું. અસરગ્રસ્ત 1500થી વધુ ગામોમાં 5 લાખ ખેડૂતોને લાભ અપાવ્યો છે જ્યારે રાજ્યના માછીમારોને પણ 205 જેટલા રૂપિયાનું સહાય પેકેજ આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં 121 દિવસમાં કોરોના રસીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે. જ્યારે રાજ્યના નાગરિકોને હોસ્પિટલની ખાલી બેડની તમામ પ્રકારની માહિતી મળે તેના માટે GERMIS વેબસાઈટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચોઃPunjab Assembly Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણી 20 ફેબ્રુઆરીએ યોજાશે

ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન

રાજ્યમાં પ્રોપર્ટી કાર્ડ કોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના નાગરિકોને ડિજિટલ પડે તે બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય કર્યા છે. આ ઉપરાંત મહેસૂલ પ્રક્રિયાનું સરળી કરણ કરીને નિયત સેવાઓમાંથી એફિડેવિટમાંથી મુક્તિ અપાવીને સેલ્ફ ડિકલેરેશન માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃKutch Rehabilitation Scam: દુધઈમાં પુનર્વસન કામગીરીમાં સંસ્થા દ્વારા ગેરરીતિ, તપાસની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ આપ્યું આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details