ગુજરાત

gujarat

લઠ્ઠાકાંડમાં ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં, કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનું પ્રદર્શન

By

Published : Jul 26, 2022, 10:00 PM IST

ભાવનગરમાં લઠ્ઠાકાંડના વિરોધમાં શહેર યુથ કોંગ્રેસ(Youth Congress workers) દ્વારા પૂતળું બાળી વિરોધ(Burning effigy of State Home Minister ) પ્રદર્શન કર્યું હતું. જયારે બીજી તરફ ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં આવીને દારૂના ચાલતા ધંધામાં સંડોવાયેલા બુટલેગરોની ધરપકડો શરૂ કરી છે. આ સાથે ગુજરાતમાં ઘણી બધી જગ્યા એ સામાજિક આગેવાનો અને વિપક્ષના ઉમેદવારોએ રાજ્યના ગૃહ પ્રધાન માટે રાજીનામાની માંગ કરી છે.

લઠ્ઠાકાંડમાં ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં, કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનું પ્રદર્શન
લઠ્ઠાકાંડમાં ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં, કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનું પ્રદર્શન

ભાવનગર:બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં ભાવનગર શહેર યુથ કોંગ્રેસ દ્વારા સર્ટી હોસ્પિટલ નજીક રાજ્યના ગૃહ પ્રધાનનું પુતળા દહનનો(Burning effigy of State Home Minister) કાર્યક્રમ યોજ્યો હતો. શહેરની પોલીસ સર્ટી હોસ્પિટલમાં બંદોબસ્તમા વ્યસ્ત હતી. એ દરમિયાન આ તકનો લાભ ઉઠાવીને યુથ કોંગ્રેસના કાર્યકરો(Youth Congress workers) એકઠાં થયા હતા. સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ આ કાર્યક્રમની ગંધ પોલીસને આવી જતાં તત્કાળ પોલીસ કાફલો સ્થળપર દોડી આવ્યો હતો. ત્યાં સુધીમાં કાર્યકરોએ પૂતળાને કાંડી ચાંપી દેતાં પોલીસે પૂતળું આંચકી લીધું હતું. જે બાદ તરત જ પોલીસે આગ ઓલવી 10થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

શહેરની પોલીસ સર્ટી હોસ્પિટલમાં બંદોબસ્તમા વ્યસ્ત હતી. એ દરમિયાન આ તકનો લાભ ઉઠાવીને યુથ કોંગ્રેસના કાર્યકરો ગૃહ પ્રધાનનું પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો

આ પણ વાંચો:પોલીસ હપ્તા લેતી હોવાની ફરીયાદ : લઠ્ઠાકાંડમાં મોતનો તાંડવ વધતા પોલીસ પર સવાલો

કોંગ્રેસદ્વારા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું પૂતળું ફુક્યું -બોટાદ જિલ્લાની ઝેરી દેશીદારૂ કાંડની ઘટનામાં 36 લોકોના મોત અને હજુ પણ 80 જેટલા લોકો સારવાર અર્થે રહેલા હોઈ ત્યારે દારૂના દુષણને દામવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર સામે પોતાનો રોષ વ્યકત કરતા આ ઘટનામાં ગૃહ પ્રધાનને જવાબદાર ગણી તેની રાજીનામાંની માંગ સાથે સર્ટી હોસ્પિટલની બહાર પૂતળું ફૂંકી ભારે સુત્રોચાર સાથે પ્રદશન કર્યું હતું.

લઠ્ઠાકાંડ ના વિરોધમાં ભાવનગર શહેર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળું બાળી વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:Delhi CM Kejrival in Bhavnagar : દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબત

કેજરીવાલે ટૂંકમાં કર્યો સરકાર પર પ્રહાર - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Kejriwal Visited Sir T Hospital ) મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે જે ઘટના ઘટી છે તે ખૂબ દુઃખદ છે (botad hooch tragedy ) અને કેટલાક લોકોના મૃત્યુ નીપજ્યા છે. સરકારે રાજ્યમાં જ્યારે દારૂબંધી હોય ત્યારે તેનો કડક અમલ કરાવીને કામગીરી કરવી જોઈએ. પરંતુ અહીંયા તો દારૂના નામે ઝેરી કેમિકલ પાઈ દેવામાં આવ્યું જે ખૂબ જ ગંભીર બાબત છે. અમારી સરકારઆગામી દિવસોમાં આવશે તો ચોક્કસ દારૂબંધીની કડક અમલવારી(Strict enforcement of prohibition) કરાવશે.

યુથ કોગ્રેશ દ્વારા ગૃહમંત્રી નું પૂતળા દહન કરી વિરોધ પ્રદશન

કેમિકલ ભેળવવામાં આવ્યું - લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં(Gujarat Government and Police on Action ) આવીને દારૂના ચાલતા ધંધામાં સંડોવાયેલા બુટલેગરોની ધરપકડો શરૂ કરી છે. IG અશોક યાદવ બોટાદ અને રોજીદ ગામની મુલાકાત લઈ SITની રચના કરી દીધી છે. જોકે (Bhavnagar Civil Hospital) લઠ્ઠાકાંડમાં દારૂનું પીઠું ચોકડી ગામ હોવાનું સામે આવી રહ્યું છે. રોજીદ નજીકના ચોકડી ગામ ATSના નિશાના પર આવી ગયું છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ATS એ શંકા વ્યક્ત કરી છે કે મિથેનોલ નામનું કેમિકલ ભેળવવામાં આવ્યું અને લઠ્ઠાકાંડ સર્જાયો છે.

ABOUT THE AUTHOR

...view details