ગુજરાત

gujarat

અમદાવાદમાં દાંડીયાત્રાને લઈ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

By

Published : Mar 11, 2021, 1:29 PM IST

અમદાવાદમાં ગુરુવારના રોજ દાંડીયાત્રા દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દાંડીયાત્રા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમથી દાંડીયાત્રાને લીલી ઝંડી આપી યાત્રામાં ભાગ લેશે. ત્યારે લોકોને તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

અમદાવાદ
અમદાવાદ

  • વાડજથી પાલડી સુધીનો રૂટ બંધ રહેશે
  • રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી વાડજ અને આશ્રમ રોડનો વૈકલ્પિક માર્ગ
  • વડાપ્રધાન વિતાવશે અમદાવાદમાં એક દિવસ

અમદાવાદ: 12 માર્ચના રોજ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે RTO સર્કલથી રાણીપ થઈ નવાવાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ તરફ જઈ શકશે. દાંડિયાત્રાને લઈ લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જાહેરનામું

યાત્રા આગળ વધતા પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે

અન્ય જાહેરનામા મુજબ બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે અને રોડ ખુલ્લા કરવામાં આવશે.

આ પણ વાંચો:આજે દાંડીયાત્રા દિનઃ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ અમદાવાથી શરૂ કરી દાંડી યાત્રા

આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે

વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે. જમાલપુર તરફ જવા માટે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા અને આસ્ટોડિયા થઈ જમાલપુર જઇ શકાશે. જ્યારે ગીતા મંદિરથી મજૂરગામ થઈ ભુલાભાઈ પાર્ક, શાહઆલમ થઈ અને દાણીલીમડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.

નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી પ્રતીકાત્મક દાંડીયાત્રા શરૂ કરશે

10 વાગ્યે સાબમતી આશ્રમ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ આવશે અને 10 વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. જેના કારણે ગુરૂવારે મોટાભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધી આશ્રમમાં નરેન્દ્ર મોદી 10 વાગ્યા આસપાસ પહોંચશે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. બાદમાં હૃદય કુંજ જશે જ્યાં તેઓ રેંટિયો કાંતે તેવી શકયતા છે જે માટે એક મહિલા ત્યાં હાજર રહશે. નરેન્દ્ર મોદી ત્યાર બાદ ચાલતા દાંડીબ્રિજ પર જશે જ્યાંથી તેઓ પ્રતીકાત્મક દાંડી યાત્રા શરૂ કરશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે દાંડીયાત્રાના પદયાત્રિકોને આપશે લીલીઝંડી

ABOUT THE AUTHOR

...view details