ગુજરાત

gujarat

રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય, 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ

By

Published : Apr 11, 2021, 8:09 PM IST

રાજ્યમાં વકરેલા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સૌથી મોટો નિર્ણય કર્યો છે. આગામી 30 એપ્રિલ સુધી તમામ સરકારી અને ખાનગી કોલેજો બંધ રાખવાનો નિર્ણય હાલ પુરતો કરાયો છે. પરિસ્થિતિ અનુસાર આગામી દિવસોમાં નવા નિર્ણય સામે આવી શકે છે. જોકે, રાજ્યમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય સરકારે પહેલા જ આપી દીધો હતો. કોલેજોમાં શિક્ષણ બંધ કરાયું છે, પરંતુ ઓનલાઈન માધ્યમથી શિક્ષણ આપી શકાશે. કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા મુદ્દે યુનિવર્સિટીએ પહેલા જ કેટલીક જાહેરાતો કરી દીધી છે અને પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી છે.

શિક્ષણ વિભાગે કોલેજો બંધ રાખવાનો કર્યો નિર્ણય
શિક્ષણ વિભાગે કોલેજો બંધ રાખવાનો કર્યો નિર્ણય

  • શિક્ષણ વિભાગે કોલેજો બંધ રાખવાનો કર્યો નિર્ણય
  • ઓનલાઈન શિક્ષણ કાર્ય જ રહેશે ચાલુ
  • વધતા સંક્રમણને લઈ લેવાયો નિર્ણય
  • 30 એપ્રિલ સુધી તમામ કોલેજોમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ

અમદાવાદ: ગુજરાતમાં શાળાઓને બંધ કરવાના આદેશ કરાઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસના કારણે ધોરણ-1થી 9 સુધીના શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટીએ કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઓનલાઈન ક્લાસ શરૂ રખાશે. હાલ પુરતું ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે. ગુજરાતના બાળકોમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

કોર કમિટીની બેઠકમાં કરાયો નિર્ણય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. કોર કમિટીના આ નિર્ણય રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને કરાયો છે. રાજ્યમાં ધોરણ-1થી 9ની તમામ શાળાઓ બંધ કરાશે.

આ પણ વાંચો:સેલવાસમાં વિદ્યાર્થીઓ ફૂટપાથ પર બેસીને ભણાવવામાં આવતા વાલીઓમાં રોષ

અન્ય આદેશ ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ કરાઈ છે

અગાઉ પણ 5મી એપ્રિલથી શાળાકાર્ય બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને અન્ય સૂચનાઓ કે, આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details