ગુજરાત

gujarat

સરખેજ પોલીસે 11 કિલો 620 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી

By

Published : Apr 17, 2021, 7:57 PM IST

અમદાવાદમાં સરખેજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે છેલ્લાં ધણા સમયથી અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં રીક્ષામાં ફરીને ગાંજાનો વેપાર કરતો હતો. આ આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેને આ અંગે ખુલાસો કર્યો હતો. આ આરોપી મહારાષ્ટ્રથી નશાનો સામાન લાવીને અમદાવાદમાં વેપાર કરતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે.

સરખેજ પોલીસ
સરખેજ પોલીસ

  • સરખેજ પોલીસે ગાંજા સાથે શખ્સની કરી ધરપકડ
  • રીક્ષામાં અલગ અલગ વિસ્તારમાં કરતો નશાનો વેપાર
  • મહારાષ્ટ્રથી ગાંજો લાવીને અમદાવાદમાં વેચતો
  • પોલીસે 11 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો
  • અધિકારીની બાતમીનાં આધારે ઝડપાયો સિપાહી

અમદાવાદ : શહેરમાં આવેલી ફતેવાડી વિસ્તારમાંથી સમીર સિપાહી નામના યુવકને ગાંજાનાં જથ્થા સાથે સરખેજ પોલીસે ઝડપી લીધો છે. અમદાવાદનાં ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે, સમીર સિપાહી નામનો શખ્સ મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેપાર કરે છે. જેથી સરખેજ પોલીસ છેલ્લાં એક મહિનાથી આ યુવકની વોચમાં હતી. શુક્રવારે આ શખ્સ ફતેવાડીમાં ફરતો હોવાની બાતમી મળતા જ તેને દબોચી લીધો હતો.

સરખેજ પોલીસે 11 કિલો 620 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી

આ પણ વાંચો -સુરત રેલવે સ્ટેશન પરથી 202 કિલો ગાંજો ઝડપાયો

1.16 લાખની કિંમતનો 11.620 કિલોગ્રામ ગાંજો ઝડપાયો

ગાંજાનાં જથ્થા સાથે અનેક લોકોને અત્યાર સુધીમાં પકડી ચૂકી છે, પરંતુ આ કેસમાં આરોપીની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી સમીર સિપાહી મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો અમદાવાદ લાવતો હતો. આ જથ્થામાંથી નાની નાની ગાંજાની પેકેટ્સ બનાવીને જુહાપુરા, વેજલપુર, સરખેજ સહિત અમદાવાદનાં સિટી વિસ્તારમાં જેમાં જમાલપુર, દરિયાપુર, શાહપુર જેવા વિસ્તારમાં વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી 1.16 લાખની કિંમતનો 11.620 કિલોગ્રામ ગાંજો ઝડપી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -શું ગુજરાતમાં ઓનલાઇન ગાંજો પણ મળે છે!

આરોપી આ અગાઉ પણ મહારાષ્ટ્રથી ગાંજો લાવીને અમદાવાદમાં વેચી ચૂક્યો છે

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે આરોપી સમીર સિપાહી અગાઉ બેથી ત્રણ વાર મહારાષ્ટ્રમાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચી ચૂક્યો છે, પરંતુ હજૂ સુધી પોલીસની પકડમાં આવ્યો ન હતો, ત્યારે સરખેજ પોલીસે આરોપીને ઝડપીને આ નશાનો વેપાર કેટલા સમયથી કરતો હતો? અને અમદાવાદમાં કોને કોને ગાંજો સપ્લાય કરતો હતો, તે બાબતે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -અમદાવાદ: સુરતથી રિક્ષામાં લાખો રૂપિયાનો ગાંજો લઈને આવેલા 2 ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details