ગુજરાત

gujarat

સતત ત્રીજા વર્ષે સરદાર સરોવર ડેમ થયો છલોછલ CM ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં કર્યા વધામણાં

By

Published : Sep 15, 2022, 11:51 AM IST

સમગ્ર રાજ્યની જીવાદોર સમાન નર્મદા સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા. આ સાથે જ સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઈ ગયો છે. Sardar Sarovar Dam overflow, CM Bhupendra Patel at Ekta Nagar.

સતત ત્રીજા વર્ષે સરદાર સરોવર ડેમ થયો છલોછલ CM ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં કર્યા વધામણાં
સતત ત્રીજા વર્ષે સરદાર સરોવર ડેમ થયો છલોછલ CM ભૂપેન્દ્ર પટેલે નવા નીરનાં કર્યા વધામણાં

અમદાવાદસમગ્ર રાજ્યોના લોકો માટે ગર્વ અને આનંદના સમાચાર આવ્યા છે. કારણ કે, રાજ્યની જીવાદોરી એવો નર્મદા સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે (Sardar Sarovar Dam overflow) ભરાઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ ઐતિહાસિક ક્ષણે એકતાનગર જઈને (CM Bhupendra Patel at Ekta Nagar) મા નર્મદાના જળપૂજન થકી નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. આ સાથે જ સરદાર સરોવર ડેમ ઐતિહાસિક 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઈ ગયો છે. ડેમમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે, 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે.

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઈ ગયો

પાણીનો આવરો થયો પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સૂધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે. નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવિ પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે. નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધીના કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમ જ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ (Sardar Sarovar Dam overflow) અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. અંદાજે 1,00,000 ક્યૂસેસ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે.

મુખ્યપ્રધાને કર્યા વધામણાં

4 કરોડ લોકોને થાય છે લાભ મહત્વનું છે કે, સરદાર સરોવર યોજના (Sardar Sarovar Dam overflow) થકી 9,104 ગામો, 169 શહેરો, 7 મહાનગરપાલિકાઓની કુલ આશરે 4 કરોડની જનસંખ્યાને નર્મદા જળ મળે છે. 63,000 કિલોમીટર લંબાઈના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળી રહ્યા છે.

પાણીનો સારો સંગ્રહ ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam overflow) જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલિયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ થયો છે.

નર્મદા સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો

ત્રીજી વખત જળાશયની સપાટી છલકાઈ અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Dam overflow) 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજી વખત પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel at Ekta Nagar) પણ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચૂંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.

સિંચાઈ સુવિધા એટલું જ નહીં. 63,483 કિલોમીટર લંબાઈના નહેરના કામો પૂર્ણ થઈ ગયા છે. તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળે છે. નર્મદા મૈયાના પાવન જળ કેવડિયા એકતા નગરથી (CM Bhupendra Patel at Ekta Nagar) 743 કિલોમીટરની યાત્રા પૂરી કરીને તાજેતરમાં જ કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi latest news) પ્રેરણાથી પહોંચ્યા છે.

ABOUT THE AUTHOR

...view details