ગુજરાત

gujarat

Robbery In Ahmedabad: એલિસબ્રિજ પાસે 28 લાખની લૂંટ કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

By

Published : Mar 3, 2022, 10:51 PM IST

અમદાવાદના એલિસબ્રિજમાં થયેલી 28 લાખની લૂંટનો ભેદ (Robbery In Ahmedabad) ઉકેલાઈ ગયો છે. પોલીસે એક આરોપીને 14 લાખ રૂપિયા સાથે ઝડપ્યો છે. આરોપીઓએ અકસ્માત કેમ કર્યો? કહીને આંગડીયા પેઢીના કર્મચારીના 28 લાખ રૂપિયા લૂંટ્યા હતા.

Robbery In Ahmedabad: એલિસબ્રિજ પાસે 28 લાખની લૂંટ કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
Robbery In Ahmedabad: એલિસબ્રિજ પાસે 28 લાખની લૂંટ કરનારા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ: અઠવાડિયા પહેલા એલિસબ્રિજ વિસ્તાર (Robbery In Ahmedabad)માં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડકરી છે. જો કે પૂછપરછમા ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવીલૂંટને અંજામ આપ્યો હતો, જેથી પોલીસની ટીમો અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે.

14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ.

ગાડીનો અકસ્માત કર્યાનુ બહાનું કરી લૂંટ

ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકરની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડા 14 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે. ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગાડીનો અકસ્માત (Road Accidents In Ahmedabad) કર્યાનુ બહાનું કરી રૂપિયા 28 લાખની લૂંટ (Crime In Ahmedabad)ને અંજામ આપ્યો હતો. જે ગુનામાં આરોપી અજય ગાગડેકરની ધરપકડ કરી ગુનામા ફરાર અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:Robbery in Ahmedabad: અકસ્માત કેમ કર્યો? કહી લૂંટારુઓ વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગ લૂંટી છૂમંતર

લૂંટની રકમમાંથી 14 લાખ તેને મળ્યા હતા

આરોપી અજય ઉર્ફે અજુબાની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યુ કે, લૂંટ માંટે જલગાંવથી અજય નામના આરોપી અને તેના 2 સાગરીતને બોલાવી (Angadia pedhi in ahmedabad) લૂંટને અંજામ આપ્યો હતો. સાથે જ ગુનો કરવા માટે બાઈક પણ જલગાંવથી આરોપી લાવ્યા હોવાનું સામે આવ્યુ છે.ઝડપાયેલા આરોપી અજુબાએ કબુલાત કરી છે કે, લૂંટની રકમમાંથી 14 લાખ તેને મળ્યા હતા. જો કે અન્ય 14 લાખ જલગાંવના આરોપી સાથે લઈ ગયા છે, જેને ઝડપી લેવા અન્ય 3 ટીમો કાર્યરત છે.

આ પણ વાંચો:Angadia firm Robbery in Ahmedabad: શાહીબાગમાં આંગડિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે

6 જેટલી લૂંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે

આંગડિયા લૂંટના ગુનામાં ઝડપાયેલા આરોપી અજુબાના ગુનાહિત ઈતિહાસની તપાસ કરતા સામે આવ્યું છે કે, તેણે સોલા, એલિસબ્રિજ (ellis bridge ahmedabad robbery) સહિત 6 જેટલી લૂંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે. જેથી પોલીસે આરોપીની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને શંકા છે કે જલગાંવની ગેંગ ઝડપાયા બાદ અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે.

ABOUT THE AUTHOR

...view details