ETV Bharat / city

Robbery in Ahmedabad: અકસ્માત કેમ કર્યો? કહી લૂંટારુઓ વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગ લૂંટી છૂમંતર

author img

By

Published : Feb 25, 2022, 5:50 PM IST

અમદાવાદના CG રોડ પર એક વેપારીની દાગીના ભરેલી બેગની લૂંટ (Robbery in Ahmedabad) કરવામાં આવી છે. બેગમાં 29 લાખ રૂપિયાના દાગીના હતા. 2 લૂંટારુઓ બાઇક પર આવ્યા અને અકસ્માત કેમ કર્યો? તેમ કહી વેપારીની દાગીના ભરેલી બેગ લૂંટી હતી.જૂઓ સીસીટીવી.

Robbery in Ahmedabad: અકસ્માત કેમ કર્યો? કહી લૂંટારુઓ વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગ લૂંટી છૂમંતર
Robbery in Ahmedabad: અકસ્માત કેમ કર્યો? કહી લૂંટારુઓ વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગ લૂંટી છૂમંતર

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ (Robbery in Ahmedabad), માર મારવાના કેસ સામે (Crime In Ahmedabad) આવી રહ્યા છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તાર (Ahmedabad panjrapole area)માં વધુ એક પેઢીના વેપારી (jeweller in ahmedabad)ની 29 લાખના કિંમતી દાગીના ભરેલી બેગની લૂંટ થયાની ઘટના સામે આવી છે.

29 લાખના કિંમતી દાગીના ભરેલી બેગની લૂંટ થયાની ઘટના સામે આવી.

આ પણ વાંચો: Angadia firm Robbery in Ahmedabad: શાહીબાગમાં આંગડિયા પેઢીને લૂંટવાનો પ્લાન નિષ્ફળ, UPના મૌલાનાનું ષડયંત્ર આવ્યું સામે

અકસ્માત કેમ કર્યો? તેમ કહી લૂંટ કરી

નવરંગપુરા વિસ્તારના સી.જી.રોડ (cg road navrangpura ahmedabad) પર આવેલા એક પેઢીના વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરવામાં આવી છે. તે જ્યારે નવરંગપુરાથી પાંજરાપોળ આવી રહ્યા હતા, ત્યારે 2 લુટારુઓ બાઇક પર આવીને વેપારીની ગાડી ઊભી રાખીને તેમને ધમકાવવા લાગ્યા. તમે મારા બાઇક સાથે કેમ અકસ્માત (Accidents In Ahmedabad) કર્યો? તેમ કહી થોડી બોલાચાલી બાદ બંને લૂંટારુઓ વેપારીની કારમાં ભરેલા 29 લાખના કિંમતી દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો: Mehsana IELTS paper robbery Case: મહેસાણામાં IELTS પેપર લૂંટ મામલે આખરે પોલીસને મળી સફળતા, કુરિયર કંપનીનો ડ્રાઈવર ઝડપાયો

રિકન્ટ્રક્શન કરી CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા

આ ઘટનાની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University Police) અને એલિસબ્રીજ પોલીસે (Ellis bridge ahmedabad police) ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરી CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં પાંજરાપોળ પાસે આવેલા સિટી કોર્નર (city corner panjrapole) પાસે જે લૂંટ કરવામાં આવી હતી તેના CCTV ફૂટેજ અને ત્યારબાદ પેઢી વેપારીની ઓફિસથી લઇ 2 લૂંટારુઓ લૂંટ કરીને ગુજરાત યુનિવર્સિટી તરફ ભાગ્યાની માહિતી મળતા તે બાજુના તમામ વિસ્તારના CCTV ફૂટેજ એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.