ગુજરાત

gujarat

Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

By

Published : Feb 4, 2022, 8:43 PM IST

ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યાં હતાં. ગુજરાત એટીએસ દ્વારા તપાસને લઇને (Reconstruction of Kishan Bharvad Murder) શું કાર્યવાહી થઇ રહી છે તે જાણો.

Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્ટ્રકસન કર્યું
Reconstruction of Kishan Bharvad Murder : આરોપીઓને સ્થળ પર લઈ જઇ ATS એ ઘટનાનું રીકન્ટ્રકસન કર્યું

અમદાવાદ: કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમે પકડાયેલા ત્રણ આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલાસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે. આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતાં કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. ત્યારે ગુજરાત ATS દ્વારા (Gujarat ATS Investigation ) ફાયરીંગ કરનાર મુખ્ય બે આરોપીઓને સાથે (Reconstruction of Kishan Bharvad Murder) રાખીને ધંધૂકામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે.

એટીએસ અધિકારીએ તપાસ કાર્યવાહી વિશે જણાવ્યું હતું

ધંધૂકા મોઢવાળા દરવાજા પાસે થયું હતું ફાયરીંગ

ગુજરાત ATSના અધિકારીઓ ફાયરીંગ કરનાર શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે ઉપરાંત ધંધૂૂકા મોઢવાળા દરવાજા પાસે થયેલા ફાયરીંગની (Dhandhuka Murder case 2022) હકીકત મેળવશે. ત્યાર બાદ ATSના અધિકારીઓ ધંધૂકામાં સર મુબારક દરગાહ પાસે પણ તપાસ કરશે. આરોપીએ હથિયાર અને બાઈક દરગાહ પાસે છુપાવ્યા હતાં. તે અંગે પણ હકીકત મેળવવા (Reconstruction of Kishan Bharvad Murder) તપાસ હાથ ધરાશે.

કિશન પર ફાયરીંગ કરનાર શબ્બીર અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખી તપાસ

આ પણ વાંચોઃ Kishan Bharvad Murder Case: નવો ખુલાસો- લખનઉમાં TFI નામનું રજીસ્ટર્ડ સંગઠન ચલાવે છે કમરગની

દાનમાં નાણાં ઉઘરાવી કાયદેસર કાર્યવાહી કરતું હતું તૈહરી કે ફરોકી ઈસ્લામિક

દરમિયાન મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI (‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ ) નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દરેક પાસેથી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે. કમર ગની ‘તૈહરી કે ફરોકી ઈસ્લામિક’ સંગઠનનો અધ્યક્ષ છે. આ સંગઠન મહંમદ પયગંબર કે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરાવતું હતું.

આ પણ વાંચોઃ Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો

ગુજસીટોક લગાવાતાં ભડક્યાં આરોપીના વકીલ

પકડાયેલા ત્રણ આરોપીઓ અલગ અલગ જગ્યાના છે અને તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમના રિમાન્ડની માગણી કરાઈ હતી. રમીઝ નામના આરોપી પાસે 10 મહિના પહેલા પિસ્તોલ વાયા વાયા પહોંચી હતી. બીજા એક આરોપીએ અન્ય આરોપીને છુપાવવામાં (Dhandhuka Murder case 2022) મદદ કરી હતી. બીજી તરફ આરોપીના વકીલનો આક્ષેપ છે કે તેમના પર જબરજસ્તી ગુજસીટોક એક્ટ (Kishan Bharvad Murder Case Update) લગાવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details