ETV Bharat / city

Kishan Bharvad Murder Case : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો

author img

By

Published : Feb 3, 2022, 4:35 PM IST

Updated : Feb 3, 2022, 5:56 PM IST

Kishan Bharvad Murder Case Update : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો
Kishan Bharvad Murder Case Update : કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીનું તમામ અપડેટ એક ક્લિકમાં જાણો

અમદાવાદઃ ધંધૂકામાં ભરવાડ યુવાન કિશન બોળીયાની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. મુસ્લિમ કટ્ટરતાવાદી લોકો દ્વારા હત્યાની આ ઘટનામાં એક બાદ એક ખુલાસાઓએ સૌને વિચારતાં કરી મૂક્યાં છે. જાણો સંપૂર્ણ (Kishan Bharvad Murder Case Update ) વિગતો.

અમદાવાદઃ ધંધૂકામાં ભરવાડ યુવાન કિશન બોળીયાની હત્યાનો મામલો (Dhandhuka Murder Case 2022) રાજ્યભરમાં ગાજી રહ્યો છે. મુસ્લિમ કટ્ટરતાવાદી લોકો દ્વારા હત્યાની આ ઘટના પહેલી નજરે જેવી સામાન્ય અદાવતની દેખાઈ તેવી ન હતી. આજે પણ આ કેસની તપાસના તાણાંવાણાં અનેક પ્રકારે દિશામાં ફેલાતાં જઇ રહ્યાં છે. ત્યારે સમગ્ર ઘટનાક્રમ (Kishan Bharvad Murder Case Update ) વિશે જાણીએ.

25 જાન્યુઆરીની સાંજે કિશન ભરવાડની હત્યા થઇ

ધંધૂકાના સુંદરકુવા વિસ્તારમાં રહેતા કિશન ભરવાડ દ્વારા એક પોસ્ટ મુકવામાં આવી હતી. ત્યારબાદ વિવાદ થતાં કિશન ભરવાડે માફી માંગી પોસ્ટ દૂર કરી હતી. પણ અમુક કટ્ટરતાવાદી મુસ્લિમોને (Muslim fundamentalism in Gujarat) સમાધાન મંજૂર ન હતું.બાઈક પર આવેલા બે લોકોએ ધંધૂકા શહેરમાં 25 જાન્યુઆરી 2022ના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર ફાયરિંગ (Dhandhuka Murder Case 2022) કરી નાસી છૂટ્યા હતાં. આ ઈજાગ્રસ્ત યુવક કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને ધંધૂકા શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને વિરોધ દર્શાવવા બંધનું એલાન અપાયું ત્યારે સમગ્ર માધ્યમોનું ઘટનાની ઊંડાણમાં ધ્યાન ગયું. વાત મુસ્લિમ કટ્ટરતાવાદી યુવકો દ્વારા હિન્દુ યુવકની હત્યાનો મામલો (Kishan Bharvad Murder Case Update ) બની ગઇ હતી.

કિશન ભરવાડની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાવા સાથે વિરોધ ઉગ્ર બન્યો

મૃતક કિશનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરી હતી. જોકે સંતોમહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

ગૃહપ્રધાન હર્ષ સંઘવી કિશન ભરવાડના પરિવારને મળ્યાં

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ધંધૂકા દોડી ગયાં હતાં અને મૃતક કિશન ભરવાડના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારને સાંત્વના આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં તેમને ન્યાય મળશે અને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે. તેમણે કિશન બોળીયાની 20 દિવસની પુત્રીને હાથમાં લઇને તેને ન્યાય અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી. સંઘવીએ ભરવાડ સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી હતી. તો ધંધુકામાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં

ધાર્મિક કટ્ટરતાએ લીધો કિશનનો ભોગ

આ મામલામાં હત્યાનો હેતુ સાફ થતાં જ સમગ્ર રાજ્યમાં કિશનને ન્યાય મળે તેવી માગ ઉઠી હતી અને રાજ્યમાં ભરવાડ સમાજ, હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરીને વિરોધ નોંધાવી હત્યારાઓને પકડવા બુલંદ માગ ઉઠાવી. હવેે સમગ્ર મામલે પોલીસે ઝડપથી ચક્રો ગતિમાન કર્યા અને 28 તારીખે શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડા તથા ઈમ્તિયાજ ઉર્ફે ઈમ્તુ મહેબુબભાઈ પઠાણની ધરપકડ કરી. આ બંને યુવકો ધંધુકાના જ રહેવાસી છે. શબ્બીર મલવતવાડા મદીના મસ્જીદ પાછળ રહે છે જ્યારે ઈમ્તિયાજ કોઠીફળીનો રહેવાસી છે. તેમણે પૂર્વઆયોજીત રીતે કિશનની હત્યા કરી હતી. આ બંને મુસ્લિમ આરોપીઓની પૂછપરછમાં જે વિગતો બહાર આવી તે ખૂબ ચોંકાવનારો ઘટનાક્રમ બની રહ્યો હતો. તેમણે કિશન ભરવાડની હત્યા કેમ કરી અને કેવી રીતે હથિયાર મેળવ્યું તે અંગે ચોંકાવનારા ખુલાસા થયા.જેને લઇને અમદાવાદ જિલ્લા પોલીસ વડા વીરેન્દ્રસિંહ યાદવે મીડિયાને આ હત્યા કેસની માહિતી (Kishan Bharvad Murder Case Update ) આપી હતી.

હત્યારાઓ ધંધૂકાના જ રહેવાસી છે

શબ્બીરે ધોરણ 1થી 7 સુધી ધંધુકાની કુમાર શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે 7થી 9 મોર્ડન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં તે છૂટક વેલ્ડિંગ કામ કરે છે. જોકે, શબ્બીર કટ્ટર મુસ્લિમ વિચારધારા (Muslim fundamentalism in Gujarat) ધરાવે છે. તેણે જ કિશન પર ફાયરિંગ કર્યું હતું. તે આજથી એકાદ વર્ષ અગાઉ દિલ્હીમાં એક મૌલાનાને મળ્યો હતો. મૌલાના એક ખાસ સંગઠન સાથે જોડાયેલો છે. શબ્બીર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરી તેમાં ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું તે બંને પણ પોલીસે કબજે કરી લીધાં હતાં.

મૌલાનાની એટીએસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી
મૌલાનાની એટીએસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી

ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ

હવે આરોપીઓની હિલચાલનો વ્યાપ વધતાં મામલો વધુ સંગીન બન્યો અને તપાસ એટીએસને (Kishan Bharvad Murder Case Update ) સોંપવામાં આવી. ATS (Gujarat ATS ) દ્વારા જમાલપુરમાંથી મૌલવી મહંમદ ઐયુબ જાવરાવાલાની ધરપકડ કરવામાં આવી. ATS દ્વારા ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા પાકિસ્તાન કનેકશન (Pakistan Connections of Kishan Murder) સામે આવ્યું હતું. સાથે જ વધુ ત્રણ મૌલવીના નામ પણ ખુલ્યા હતાં. જાણવા મળ્યું કે શબ્બીર નવ મહિના પહેલા મુંબઈ ગયો હતો. જ્યાં તેણેે ઈસ્લામ વિરુદ્ધ કોઈ ગુસ્તાખી કરે તો તેનો વિરોધ કરવા અંગે ચર્ચા થયેલી અને તેમના દ્વારા અમદાવાદના જમાલપુર ખાતે રહેતા મૌલાના મોહમ્મદ આયુબ જાવરાવાલાનો સંપર્ક કરવાનું કહ્યું હતું. પરત ફરીને તે મૌલાના જાવરાવાલાને મળ્યો હતો. મૌલાના જમાલપુરમાં મેહમુદજી અલીજીની ચાલીમાં રહે છે. તો ચાર મહિના અગાઉ દિલ્હીના મૌલાના અમદાવાદમાં શાહઆલમ ખાતે આવ્યા હતાં ત્યારે શબ્બીર તેમને મળવા ગયો હતો.

ત્યારબાદ હત્યામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું

પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું હતું. બે કટ્ટરવાદી સંગઠન (Muslim fundamentalism in Gujarat) આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક (Pakistan Connections of Kishan Murder) સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ (Kishan Bharvad Murder Case Update ) પહોંચ્યા હતાં. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું હતું.

ગુજરાત સરકારની 7 ટીમ કામે લાગી

હવે આ જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ સાત ટીમ ગુજરાત સરકાર (Kishan Bharvad Murder Case Update ) દ્વારા રચવામાં આવી છે. પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીનાં ભાષણો સંભળાવવામાં આવ્યાં હતાં. તેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું. તેને રાજકોટના થોરડામાં રહેતી એક વ્યક્તિએ હથિયાર પહોંચાડ્યાં હતાં. આ જ હથિયારથી આરોપી શબ્બીરે કિશનની હત્યા કરી હતી.

અમદાવાદમાં મૌલાના ઐયુબના ઘરમાંથી કેટલાક પુરાવા જોઇ પોલીસની આંખો ચાર થઇ ગઇ હતી
અમદાવાદમાં મૌલાના ઐયુબના ઘરમાંથી કેટલાક પુરાવા જોઇ પોલીસની આંખો ચાર થઇ ગઇ હતી

UAPA અને GUJCTOC કલમો ઉમેરાઈ

કિશન ભરવાડ હત્યા કેસમાં ATS એ બુધવારે આરોપી મૌલાના અયુબ અને મૌલાના કમર iની ઉસ્માની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ ઉમેરી છે. ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ખુલાસો ( (Kishan Bharvad Murder Case Update ) ) સામે આવ્યો હતો કે મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તક પણ લખવામાં આવ્યું છે તે પુસ્તક જઝબાતે શહાદત નામનું છે. ડિસેમ્બર મહિનામાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. વિમોચનમાં ઉસ્માની અને શબ્બીર પણ હાજર હતાં. ગુજરાત એટીએસ આ પુસ્તકને લઈને તપાસ કરી રહી છે કે પુસ્તકમાં શું લખ્યું છે, કોઈ વિવાદિત લખાણ છે કે કેમ તે અંગે (Dhandhuka Murder Case) તપાસવામાં આવશે. જમાલપુરના મદરેસામાંથી આ પુસ્તક અને એરગન પણ મળી આવ્યાં હતાં. કિશન મર્ડર કેસના આરોપી એવા મૌલાના ઐયુબના ઘર નજીકના મદરેસામાંથી આ એર ગન અને ધાર્મિક પુસ્તક મળી આવ્યાં હતાં.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આ કેસ ચાલશે

હવે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં આ કેસ (Kishan Bharvad Murder Case Update ) ચાલશે. જેમાં તમામ આરોપી, મૌલાના અયુબ અને મૌલાના કમર ગની ઉસ્માની સામે કલમ ઉમેરી છે. ATSએ આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC) 3(1)(1) અને 3(2) ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ ઉમેરી હતી. ગુજસીટોક કાનૂન લાગુ કરવાના કારણે તમામ આરોપીઓને આકરામાં આકરી સજા થઈ શકે છે. જેમાં જન્મટીપથી માંડી ફાંસી સુધીની આવનારા સમયમાં થઈ શકે છે. કોઈપણ ગુનામાં સામાન્ય રીતે ઇન્વેસ્ટિગેશન માં પોલીસે 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે પરંતુ ગુજસીટોક લાગે છે, ત્યારે છ મહિના જેટલો લાંબો સમય ચાર્જશીટ રજૂ કરવામાં મળે છે.

કમર ગની ઉસ્માની મૌલાનાની પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો

કમર ગની ઉસ્માની મૌલાનાની પૂછપરછમાં મોટો ખુલાસો ( (Kishan Bharvad Murder Case Update ) ) સામે આવ્યો હતો. જેમાં તહરિક એ ફરોગ ઇસ્લામ નામે ચાલતા સંગઠનમાં 1000 થી વધુ લોકોને જોડવામાં ( Ahmedabad Crime News ) આવ્યા હતાં. ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 1000થી વધુ યુવાનોને કટ્ટરતા શીખવવા (Muslim fundamentalism in Gujarat) માટે જોડ્યા હોવાની વિગતો મળી હતી.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

રાજકોટથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી

રાજકોટના મિતાણા પાસેથી અજીમ સમાની ધરપકડ કરવામાં આવી તો મોરબી પોલીસે અજીમના ભાઇ વસીમની ધરપકડ કરી હતી.હથિયારો આ બે દ્વારા પૂરા પાડવામાં આવ્યાં હતાં. ATS દ્વારા આ આરોપીઓની પૂછપરછ કરતા દિવસે દિવસે વધુને વધુ ખુલાસા સામે આવી રહ્યાં છે અને અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ (Kishan Bharvad Murder Case Update ) કરી લેવામાં આવી છે.

કિશન ભરવાડની હત્યામાં આ ત્રણની ધરપકડ સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ ગઇ છે
કિશન ભરવાડની હત્યામાં આ ત્રણની ધરપકડ સાથે કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ ગઇ છે
અત્યાર સુધી આ આરોપીઓની ધરપકડ થઈ છે

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત વધુ ત્રણ આરોપી મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનની ગઈકાલે ધરપકડ (Kishan Bharvad Murder Case Update ) કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Dhandhuka murder case: મૌલવી ભડકાવ ભાષણ આપી હત્યાનું ષડયંત્ર રચતો હોવાનો ATSનો ખુલાસો

NIA અને IB ની કેન્દ્રીય ટીમ પણ તપાસ કરી રહી છે

આ કેસની સંવેદનશીલતાના પગલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પણ સાંકળવામાં આવી છે. જેઓની ટીમ પણ આરોપીઓની સઘન પૂછપરછ માટે અમદાવાદ આવી છે. જેમાં NIA અને કેન્દ્રની IB ટીમ રોજેરોજ મૌલાના કમર ગનીની (Kishan Bharvad Murder Case Update ) પૂછપરછ કરી રહી છે.

Last Updated :Feb 3, 2022, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.