ગુજરાત

gujarat

DRIએ આફ્રિકાના ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, પેટમાંથી સંખ્યાબંધ કેપ્સ્યૂલ નીકળતા DRI ચોંકી ગઈ

By

Published : Feb 17, 2022, 8:34 AM IST

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર એટલી હદે વધી ગયો છે. ત્યારે DRI (Directorate of Revenue Intelligence) ટીમે અમદાવાદ એરપોર્ટ (Drug peddler of Africa caught Ahmedabad airport) પરથી આફ્રિકાના એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો હતો.

DRIએ આફ્રિકાના ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, પેટમાંથી સંખ્યાબંધ કેપ્સ્યૂલ નીકળતા DRI ચોંકી ગઈ
DRIએ આફ્રિકાના ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ, પેટમાંથી સંખ્યાબંધ કેપ્સ્યૂલ નીકળતા DRI ચોંકી ગઈ

અમદાવાદ: DRIએ (Directorate of Revenue Intelligence) તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી પેટમાં ડ્રગ્સ છુપાવીને સુદાનથી લાવી રહ્યો હતો. આફ્રિકન યુવકનું (Drug peddler of Africa caught Ahmedabad airport) બોડી સ્કેન થતાં તેના પેટમાં સંખ્યાબંધ કેપ્સ્યૂલ મળી આવતાં સુરક્ષા એજન્સીઓને શંકા ગઇ હતી. જેના કારણે DRIએ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. યુવકના પેટમાંથી કેપ્સ્યૂલ બહાર કાઢવા માટે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ડ્રગ્સ પેટમાં સંતાડીને લાવવાની અઘરી ટ્રિક

વિદેશથી ડ્રગ્સ સંતાડીને લાવવાની અનેક ટ્રિક છે, પરતું સૌથી અઘરી ટ્રિક પેટમાં સંતાડીને લાવવાની છે. ડ્રગ્સને કેપ્સ્યૂલમાં ભરીને તેની ટેબ્લેટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ પેડલર તેને એક સાથે ગળી જાય છે. વિદેશથી જ્યાં સુધી તે અમદાવાદ એરપોર્ટ પર ઊતરે નહીં ત્યાં સુધી તે પાણી પીતો નથી અને ખાતો પણ નથી અને શૌચ નહીં થવાની પણ ટેબ્લેટ લેતો હોય છે.

આફ્રિકન યુવકને DRIની ટીમે ઝડપી પાડ્યો

આફ્રિકાનાં સુદાનમાં રહેતો ડેવિસ નામનો પેડલર કેપ્સ્યૂલમાં ડ્રગ્સ ભરીને ગળી ગયો હતો. જેને અમદાવાદ એરપોર્ટ પર DRIની ટીમે ઝડપી લીધો હતો. ડેવિસ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પોતાનું બોડી સ્કેન કરાવતો હતો, ત્યારે હાજર સુરક્ષા કર્મચારીઓએ તેના પેટમાં સંખ્યાબંધ કેપ્સ્યૂલ જોઇ હતી. ત્યારે તેમને દાળમાં કાંઇક કાળું દેખાતાં સુરક્ષા કર્મચારીઓએ તરત જ DRIને જાણ કરી દીધી હતી. DRIની ટીમ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઇ હતી જ્યાં તેણે ડેવિસની અટકાયત કરી હતી.

આ પણ વાંચો:drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

DRIએ પીવા માટે પાણી આપ્યું પણ ડેવિસે તે પીધું નહીં

DRIએ ડેવિસની અટકાયત કરીને તેનું ઇન્ટ્રોગેશન શરૂ કર્યું હતું. જેમાં સૌ પહેલાં તેને પાણી પીવા માટે આપ્યું હતું. જ્યારે પણ કોઇ પણ આરોપી પેટમાં ચીજવસ્તુ સંતાડીને લાવે ત્યારે તે ખાવા પીવાનું બંધ કરી દે છે. ડેવિસે પાણી પીવાની ના પાડતાં DRIને પાકી શંકા થઇ ગઇ હતી કે તેણે પેટમાં ડ્રગ્સ સંતાડ્યું છે. આ સાથે ડેવિસની અંગ જડતી કરતાં તેની પાસેથી ભૂખ નહીં લાગવાની તેમજ વિટામિન અને સ્ટૂલ પાસ થાય નહીં તે માટેની ટેબ્લેટ મળી આવી હતી.

હાલ FSL રિપોર્ટ બાદ કર્યું ડ્રગ્સ છે તેની જાણ થશે

હાલ ડેવિસના પેટમાંથી કેપ્સ્યૂલ કાઢવાની તજવીજ ચાલી રહી છે, પરંતુ તે સુદાનથી કર્યું ડ્રગ્સ લાવ્યો છે તે જાણકારી સામે આવી નથી. તમામ કેપ્સ્યૂલ કાઢી લીધા બાદ તેમાં કર્યુ ડ્રગ્સ છે તે માટે FSLની મદદ લેવામાં આવશે. FSLના રિપોર્ટ બાદ ડેવિસ કર્યું ડ્રગ્સ લાવ્યો હતો તેની માહિતી સામે આવશે.

આ પણ વાંચો:Morbi Drugs Case : મોરબી 600 કરોડના ડ્રગ્સ કેસમાં કોર્ટે મુખ્ય સુત્રધારની જામીન અરજી ફગાવી

વર્ષ 2018માં નાઇજિરિયન આવ્યો હતો વીસ કેપ્સ્યૂલ ગળીને

વર્ષ 2018માં દુબઈથી પેટમાં ડ્રગ્સ છુપાવીને આવેલા નાઇજિરિયન શખ્સની અમદાવાદ SOG દ્વારા એરપોર્ટ પર ધરપક્ડ કરવામાં આવી હતી. નાઇજિરિયન પેટમાં 20 બુલેટ કેપ્સ્યૂલ ગળીને આવ્યો હતો. SOGએ બાતમીના આધારે તેની અટકાયત કરીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં તેનાં પેટમાંથી કેપ્સ્યૂલ બહાર કાઢી હતી.

હોસ્પિટલમાં એનિમા આપીને કાઢવામાં આવી સખ્યાબંધ કેપ્સ્યૂલ

ડેવિસને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનાં બેડને ફરતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડેવિસના પેટમાંથી શોચ મારફતે ટેબ્લેટ કાઢવા માટે ડોક્ટરોએ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જેમાં પહેલા તેને જુલાબ થાય તેવી દવા આપી હતી બાદમાં એનિમા આપવામાં આવતાં સંખ્યાબંધ કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી. હજુ ડેવિસના પેટમાં કેપ્સ્યૂલ હોવાથી તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details