ETV Bharat / state

drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

author img

By

Published : Feb 12, 2022, 7:47 PM IST

Updated : Feb 12, 2022, 8:15 PM IST

આજે શનિવારે NCB અને ભારતીય (drugs seized from Arabian Sea) નેવીએ અરબી સમુદ્રમાંથી 800 કિલોનુ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 2000 કરોડથી પણ વધુ છે.

drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
drugs seized from Arabian Sea: અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

પોરબંદર: અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીના અનેક (drugs seized from Arabian Sea) બનાવો બન્યા છે, જેને ધ્યાનમાં લઇને NCB અને ભારતીય નેવીએ જોઈન્ટ ઓપરેશન (NCB and Indian Navy joint operation) ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં પાડોશી દેશમાંથી સમુદ્ર માર્ગે બોટ મારફતે આવતું 800 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત 2000 કરોડથી વધુ છે.

આ પણ વાંચો: Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપવાનું આ પ્રથમ ઓપરેશન

NCB અને ભારતીય નેવીના જોઈન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપવાનું આ પ્રથમ ઓપરેશન છે. આ ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ચાંપતી નજર રાખવામાં આવી હતી અને ડ્રગ્સની હેરાફેરી અંગે ઇનપુટ મળતાની સાથે NCBએ નેવલ ઇન્ટેલિજન્ટ યુનિટ સાથે રાખી મોટું જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Dwarka Drugs Case: જામનગરના સચાણાના શખ્સે પૂણે-દિલ્લીમાં 500 કરોડનું ડ્રગ્સ વેચ્યું

ડ્રગ્સની કિંમત 2000 કરોડથી પણ વધુ

NCB હેડક્વાર્ટરનું સ્પેશિયલ યુનિટ આ ડ્રગ્સની માહિતી અંગે સતત સતર્ક હતું અને નેવલ ફોર્સ સાથે મળી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 529 કિલો ઉચ્ચ ગુણવતા વાળું હસીસ અને 234 કિલો ક્રિસ્ટલ મેથામફેટામીન અને થોડા પ્રમાણમાં હેરરોઇન મળી આવ્યું છે. ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 2000 કરોડથી પણ વધુ થાય છે. પ્રથમવારમાં જ પાડોશી દેશમાંથી સમુદ્રમાર્ગના સહારે ભારતમાં અને અન્ય દેશોમાં ડ્રગ્સ ઘુસાડવાની કાર્યવાહીને ડામવામાં સફળતા મળી છે.

Last Updated :Feb 12, 2022, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.