ETV Bharat / city

Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

author img

By

Published : Dec 20, 2021, 5:22 PM IST

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો કોરીડોર
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો કોરીડોર

ગુજરાતમાં 55 દિવસમાં 5700 કિલોથી પણ વધું ડ્રગ્સ (Drugs Cases In Gujarat) જપ્ત કરાયું છે, જેની કિમત આશરે 25000 કરોડ કરતાં વધુ થઈ જાય છે. તેમાં 58 કેસથી વધારે કેસમાં 100 આસપાસ લોકોની ઘરપકડ કરાઈ છે. ગુજરાતના ઈતિહાસમાં (Drugs Caught In Gujarat) પ્રથમ વખત આટલા સમયમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત સરકાર પણ સફાળી જાગી છે અને આ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો (Gujarat Coastline Drug Mafia) શું ડ્રગ્સ ઘુસાડવાનો કોરીડોર બની રહ્યો છે ? આવા અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

ન્યૂઝ ડેસ્ક: ડ્રગ્સ માફિયાઓની (Drugs Mafia Gujarat) નજરમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હવે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો કોરિડોર તરીકે ઉપસી રહ્યો છે. પાછલા બે વર્ષ દરમિયાન કચ્છથી વલસાડ (Gujarat Coastline) સુધીના દરિયાકાંઠા વિસ્તારમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાયું છે. આટલા મોટા પ્રમાણમાં અને એ પણ થોડા જ સમયમાં ડ્રગ્સ પકડાવાની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના છે. એક સમય હતો કે, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો (Gujarat Coast Area) ગેરકાયદેસર હથિયારો (Illegal Weapons In Gujarat) અને સોનાની દાણચોરી (Gold Smuggling In Gujarat) માટે કુખ્યાત હતો, પરંતુ સમય જતાં હથિયાર અને સોનાની દાણચોરી પર અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો.

ફરી એક વખત દાણચોરીનો ખતરો ઉભો થયો

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર ફરી એક વખત દાણચોરીનો ખતરો ઉભો થયો છે. આ વખતે સોનુ કે હથિયાર નહીં, પરંતુ જીવતરને બરબાદ કરી મૂકે તેવા ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. આવનારા સમયમાં આ હેરાફેરી કોઈ મોટા ગંભીર પરિણામ સુધી લઈ જાય તે પહેલા આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવાની ખૂબ જરૂરી છે. ત્યારે આ બાબતે પ્રશ્ન ઉદ્દભવી રહ્યા છે કે શું ખરેખર, ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સની દાણચોરી માટેનું કોરીડોર બની રહ્યો છે.

આતંકવાદીઓનું કારસ્તાન તો નથી ને ?

ક્ચછના જખ્ખો કોસ્ટલ વિસ્તારમાંથી આજે સોમવારે 400 કરોડનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું (drugs seized from Kutch) છે. જેમાં 6 પાકિસ્તાની લોકો સાથે તેની બોટને પણ કબજે કરવામાં આવી છે. થોડા દિવસો પૂર્વે કચ્છના મુન્દ્રા બંદરેથી કેટલાક કન્ટેનરોમાંથી 1,200 કિલોગ્રામ જેટલો હેરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, તો બીજી તરફ પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાંથી 35 કિલો હેરોઈનના જથ્થા સાથે કેટલાક ઈરાની લોકોની ધરપકડ કરવામાં (Drugs Cases In Gujarat) આવી હતી. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીકથી પોલીસને 500 કિલો જેટલા હેરોઇનના જથ્થાને પકડી પાડવામાં સફળતા મળી (drugs seized from Dwarka) હતી. આ વધતા જતા કારોબારને જોતા પ્રશ્ન સામે આવી રહ્યો છે કે, શું 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને સમૃદ્ધ અને સક્ષમ બનાવી રહ્યો છે, ત્યારે આ દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓ જાણે કે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માગતા હોય તે પ્રકારે દરિયા કિનારાને ડ્રગ્સના કોરિડોર તરીકે કુખ્યાત કરી રહ્યા છે, કે પછી આતંકવાદીઓનું કારસ્તાન છે.

ડ્રગ્સનો જથ્થો કોણ ખરીદી રહ્યું છે ?

ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ( Corridor For Drug Mafia) પ્રાકૃતિક સંપત્તિ અને માછીમારી માટે ખૂબ ફળદ્રુપ માનવામાં આવે છે, પરંતુ હવે દરિયાકિનારાનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ માદક પદાર્થોને હેરાફેરી માટે કરી રહ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો કચ્છથી લઈને જામનગર સુધી પાકિસ્તાન સાથે દરિયાઈ સીમાથી જોડાયેલો છે અને જે ડ્રગ્સ અને માદક પદાર્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, તેનું સીધું કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માનવામાં આવે છે, ત્યારે પાછલા બે વર્ષ દરમિયાન અંદાજિત 6,000 કિલો આસપાસ કોકેઈન, હિરોઈન, ચરસ, ગાંજા સહિત એમડી ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો, આ ચિંતાનો વિષય છે. ડ્રગ્સની દાણચોરી મોટે ભાગે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી થઈને ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહી છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં માદક અને ડ્રગ્સ ઘુસાડવા પાછળ યુવા પેઢીને બરબાદ કરવા માટેનો ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ હોઈ શકે છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવેલું ડ્રગ્સ કોણ ખરીદી રહ્યું છે તે પણ તપાસનો વિષય બની શકે છે. છેલ્લા 2 મહિનામાં 100 આસપાસ લોકોની ઘરપકડ કર્યા બાદ પોલીસ પુછપરછમાં ખૂબ મોટી લીંક મળે તેવી શકયતાઓ છે.

આ તારીખે ઝડપાયું ડ્રગ્સ...

  1. 20/12/2021- કચ્છના જખ્ખોના દરિયામાંથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું
  2. 15/11/2021 - મોરબીમાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની બજાર કિંમત 600 કરોડ આંકવામાં આવી હતી.
  3. 10/11/2021 - સલાયા અને જામખંભાળિયા દરિયાઇ વિસ્તારમાંથી 11.48 કિલોની આસપાસ હેરોઈન અને 6.16 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું, જેની કુલ કિંમત 350 કરોડ આંકવામાં આવી હતી.
  4. 19/9/2021 - પોરબંદરમાંથી સાત ઈરાની નાગરિકોને 35 કિલો હિરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા, જેની કિંમત 250 કરોડ હતી.
  5. 7/9/2021 - કચ્છના મુન્દ્રા બંદર પરથી ઈરાનમાંથી બે કન્ટેનરોં દ્વારા મોંકલવામાં આવેલું 1,200 કિલો હેરોઇન જેની કિંમત અંદાજીત 3,600 કરોડ રૂપિયા હતી, જેમાં પાંચ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા હતા.
  6. 12/8/2018 - દ્વારકાના સલાયાથી 300 કિલો હિરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો
  7. 21/5/2019 - કચ્છના જખો બંદર પરથી બે બોટમાંથી 218 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું
  8. 17/4/2021 - આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા
  9. વર્ષ 2018 થી લઈને 2021 સુધીમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો જથ્થો ગુજરાતના દરિયા કિનારા મારફતે ઘૂસાડવામાં દાણચોરી કરતા દાણચોરોએ સફળતા મેળવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.