ગુજરાત

gujarat

Attack on Police in Ahmedabad: નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ

By

Published : Jan 29, 2022, 9:42 AM IST

અમદાવાદના નરોડામાં બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર (Attack on Police in Ahmedabad) માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ (Video of Naroda's bootlegger goes viral) થયો (In Naroda, bootleggers chased and attacked the police) હતો. જોકે, પોલીસે નરોડામાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી. તે સમયે તેની ઉપર જીવલેણ હુમલો થયો હતો.

Attack on Police in Ahmedabad: અમદાવાદના નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ
Attack on Police in Ahmedabad: અમદાવાદના નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ

અમદાવાદઃ નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેવું સ્પષ્ટપણે સામે આવ્યું છે. કારણ કે, નરોડામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરનો વીડિયો વાઈરલ થયો (Video of Naroda's bootlegger goes viral) હતો. ત્યારે પોલીસ આ વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી. તે સમયે પોલીસ જ ભોગ બની ગઈ હતી. કારણ કે, બુટલેગરોએ ભેગા મળીને પોલીસ ઉપર જીવલેણ હુમલો (Attack on Police in Ahmedabad) કર્યો હતો. બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા હતા. તો આ વીડિયો વાઈરલ (Video of Naroda's bootlegger goes viral) થયો હતો. આ અંગે નરોડા પોલીસે 15 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસને માર મારતો વીડિયો વાઈરલ

આ પણ વાંચો-અમદાવાદના બુટલેગરના ઘરના ભોંયરામાંથી વિદેશી બ્રાન્ડની 9 લાખની કિંમતની 275 બોટલ ઝડપાઈ

વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાંક વિસ્તાર મુઠિયા ગામમાં હોવાની બાતમી મળી હતી. આના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશ કાલિયા અને બીજા પોલીસ સ્ટેશનના અન્ય ત્રણ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ આરોપી અનિલ ઉર્ફે (Naroda police nabbed the bootlegger) કાળીને ઝડપી (Attack on Police in Ahmedabad) લીધો હતો.

આ પણ વાંચો-દારૂની ડિલિવરી કરતા પોલીસકર્મી: વિઝીલન્સની રેડ કરતા ત્રણ ઝડપાયા

બુટલેગરે બૂમાબૂમ કરતા ટોળું ભેગું થયું ને પોલીસને માર માર્યો

તે સમયે બૂમાબૂમ કરતા આરોપીના ત્રણ ભાઈ અને પિતા ઘાતક હથિયારો સાથે પહોંચી ગયા હતા. ત્યારબાદ તમામ લોકોએ નરોડા પોલીસ પર હુમલો કર્યો હતો. સાથે જ તેમને અપશબ્દો પણ કહ્યા હતા. જોતજોતામાં 10થી 12 લોકોના ટોળાએ પોલીસને ઢોર માર માર્યો હતો.

નરોડા પોલીસના કોન્સ્ટેબલે અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીને લઈ જવાની શું જરૂર પડી?

બીજી તરફ નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશ કાલિયા અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સાથે લઈ જતા પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે. આ અંગે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા

જોકે, આ મારામારીનો વીડિયો સામે આવ્યો (Video of Naroda's bootlegger goes viral) છે. આમાં આરોપી પક્ષ વકીલે આક્ષેપ કર્યા છે કે, નરોડા પોલીસ સિવાયના પોલીસકર્મીઓ ઘરમાં ઘૂસી અસભ્ય વર્તન કર્યું હતું. આને લઈ પોલીસ કમિશનરને રજૂઆત કરીશું. જોકે, આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અલગ અલગ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details