ETV Bharat / city

દારૂની ડિલિવરી કરતા પોલીસકર્મી: વિઝીલન્સની રેડ કરતા ત્રણ ઝડપાયા

author img

By

Published : Jan 27, 2022, 10:50 PM IST

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ બુટલેગરની સાથે મળીને દારૂનું વેચાણ કરતાં ઝડપાતા જિલ્લા પોલીસે તેમની ધરપકડ કરી છે. આરોપી અગાઉ પણ આ પ્રકારે દારૂની હેરાફેરી કરતા હતા. હાલ તેમને પકડીને ક્યાંથી દારૂ લાવતા હતા તથા કેટલા સમયથી કરતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.

દારૂની ડિલિવરી કરતા પોલીસકર્મી: વિઝીલન્સની રેડ કરતા ત્રણ ઝડપાયા
દારૂની ડિલિવરી કરતા પોલીસકર્મી: વિઝીલન્સની રેડ કરતા ત્રણ ઝડપાયા

અમદાવાદ: જિલ્લામાં દારૂની હેરાફેરીના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. દારૂની હેરાફેરી કરનારા હવે માત્ર બુટલેગરો જ નહીં પણ ખુદ પોલીસકર્મીઓ હોવાનું સાબિત થયું છે. શહેરમાં દારૂ પકડવાનું કામ પોલીસકર્મીઓનું છે, પરંતુ દારૂ ઓર્ડર કરીને તેને આગળ પહોંચાડવાનું કામ પોલીસકર્મીઓ કરી રહ્યાં છે. તે ચિંતાજનક બાબત છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ બુટલેગરની સાથે મળીને દારૂનું વેચાણ કરતાં ઝડપાતા જિલ્લા પોલીસે તેમની ધરપકડ કરી છે.

રેન્જ આઇજીએ ખેડા LCBને પણ તપાસ સોંપી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ જિલ્લામાં કણભા અસલાલી ખાતે મોટા જથ્થામાં દારૂ આવતો હોવાની જાણ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને થઈ હતી. વિજિલન્સની ટીમે ત્યાં રેડ કરીને હાલતો દારૂનો જથ્થો તેમજ જામર કબજે કર્યા હતા. આ દારૂની રેડ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ પર અનેક વખત દબાણ આવ્યું હતું. જેથી આ તપાસ જિલ્લા એસપીએ શરૂ કરી હતી. જેમાંથી એક તપાસ રેન્જ આઇજીએ ખેડા LCBને પણ સોંપી હતી.

આ પણ વાંચો: Pandemic to Endemic: ડોકટરો કહે છે, લોકોએ નવી વાસ્તવિકતા સાથે જીવવુ પડશે

બે પોલીસકર્મીની જિલ્લા પોલીસે ધરપકડ કરી

તપાસ કરતા આ પ્રકરણમાં આ દારૂ એકાદ બે વખત નહીં પણ અનેક વખત આવ્યો હોવાનું અમદાવાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે. અમદાવાદ જિલ્લા પોલીસે કણભા ખાતે પકડાયેલા દારૂના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી બાબત સામે લાવી છે. જેમાં અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન અને એમ.ટી વિભાગમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. આ પ્રકરણમાં આ બે પોલીસ જવાનોએ ઘણી વખત દારૂની ગાડીનો ઓર્ડર આપવામાં અને પાઈલોટીંગ કરવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી

અગાઉ પણ આ પ્રકારે દારૂની હેરાફેરી

આ વિજિલન્સ પ્રકરણમાં અમદાવાદ જિલ્લાના કેટલાક પોલીસકર્મી પણ જિલ્લા ડીએસપી અને રેન્જ આઈજીના સ્કેનિંગમાં છે. રેન્જ આઈજી વી.ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે, આરોપી અગાઉ પણ આ પ્રકારે દારૂની હેરાફેરી કરતા હતા. હાલ તેમને પકડીને ક્યાંથી દારૂ લાવતા હતા તથા કેટલા સમયથી કરતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આરોપીની પૂછપરછ ચાલુ છે, જેમાં ખુલાસા થશે તો તે બાબતે પણ કાર્યવાહી કરીને સંડોવણી હશે તેની ધરપકડ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.