ગુજરાત

gujarat

'મેં ઝૂકેગા નહીં' પર અડગ ન રહી શક્યા રેસિડન્ટ ડોક્ટર્સ, આખરે હડતાળ સમેટાઈ

By

Published : Jun 28, 2022, 11:33 AM IST

અમદાવાદ બી. જે. મેડીકલ કૉલેજના ડોક્ટરોની હડતાળ આજે (Strike of BJ Medical Resident Doctors) સમેટાઈ ગઈ છે. આ સાથે જ હવે રેસિડન્ટ ડોક્ટર્સે ફરી વખત ડ્યૂટી પર જોડાવવાની શરૂઆત કરી (Ahmedabad Resident Doctors Strike resolved) દીધી છે.

'મેં ઝૂકેગા નહીં' પર અડગ ન રહી શક્યા રેસિડન્ટ ડોક્ટર્સ, આખરે હડતાળ સમેટાઈ
'મેં ઝૂકેગા નહીં' પર અડગ ન રહી શક્યા રેસિડન્ટ ડોક્ટર્સ, આખરે હડતાળ સમેટાઈ

અમદાવાદઃ શહેરમાં બી. જે. મેડીકલ કૉલેજના ડોક્ટર્સની હડતાળ આજે 13 દિવસ પછી સમેટાઈ (Ahmedabad Resident Doctors Strike resolved) ગઈ છે. રાજ્ય સરકારની હડતાળ પૂર્ણ (Strike of BJ Medical Resident Doctors) થયા પછી ચર્ચા કરવાની નીતિ સફળ રહી છે. જોકે, હવે હડતાળ સમેટાઈ ગયા પછી આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel to meet doctors) તબીબોને મળશે. તો આ તરફ ડોક્ટર્સની હડતાળના કારણે અનેક દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો હતો.

આજથી ડોક્ટર્સ ON DUTY -જોકે, હવે આજથી 13 દિવસ બાદફરી કોવિડ, ઈમરજન્સી, વોર્ડ તેમ જ OPD સેવાઓ પૂર્વરત્ થશે. જ્યારે સિનિયર રેસિડેન્સીને બોન્ડમાં સમાવવાની માગ પૂર્ણ ન થવા છતાં ડોક્ટર્સે તમામ ડ્યૂટી પર જોડાવવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચો-સિનિયર રેસિડેન્ટ તબીબો સામે સરકારની લાલ આંખ, તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

ડોક્ટર્સ સામે કડક પગલાં લેવા સરકારે બનાવ્યું હતું મન - આપને જણાવી દઈએ કે, આ પહેલા હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સની રેસિડન્ટશિપ રદ કરવા સરકારે નિર્ણય (Decision to cancel the residency of doctors) કર્યો હતો. સોમવારે સરકારની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી, જેમાં બી. જે. મેડીકલ કૉલેજના સિનિયર રેસિડન્ટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી સામે આકરા પગલાં લેવાનો નિર્ણય પણ કરાયો હતો. જો તબીબોની રેસિડેન્ટશિપ રદ કરાય તો ડોક્ટર્સેએ બોન્ડની 40 લાખ રૂપિયાની રકમ ભરવી પડે. આવી સ્થિતિમાં ડોક્ટર્સ પાસે હડતાળ સમેટી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહતો તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો-Docters Strike in SSG Hospital : તબીબોની હડતાળ યથાવત, આજે શો કાર્યક્રમ આપ્યો જૂઓ

સરકારે માગ ન સ્વીકારી એટલે ડોક્ટર્સ ઝૂક્યા - બીજી તરફ સરકારે હડતાળ (Ahmedabad Resident Doctors Strike resolved)સમેટાય પછી જ વાતચીત કરીશું વલણ રાખ્યું હતું. જોકે, હવે જ્યારે ડોક્ટર્સની હડતાળ સમેટાઈ ગઈ છે. ત્યારે સરકાર ડોક્ટર્સને મળશે. મહત્વનું છે કે, સિનિયર રેસિડેન્સી બોન્ડમાં સમાવવાની માગ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. જોકે, સરકારે માગ ન સ્વીકારતા અંતે તબીબોએ હડતાળ સમેટી છે.

ABOUT THE AUTHOR

...view details