ETV Bharat / state

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ

author img

By

Published : Jun 23, 2022, 5:15 PM IST

Updated : Jun 23, 2022, 6:33 PM IST

અમદાવાદમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના (BJ Medical College )રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા કેટલાક દિવસથી હડતાળ પર રહેલા છે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર (Strike of resident doctors)તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ 50 ટકા મહિલા ડોક્ટરો હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનો મામલો ગુંચવાયો છે.

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ
રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા આપવામાં આવ્યું અલ્ટીમેટમ

અમદાવાદઃ શહેરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા કેટલાક દિવસથી હડતાળ (Strike of resident doctors)પર રહેલા છે. જેમાં આજે હડતાળનો નવમો દિવસ છે. બી.જે. મેડિકલ કોલેજના (BJ Medical College )ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે. જેમાં તમામ ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ગઈકાલે જ ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી.

હડતાળ

હડતાળ સમેટી લેવા અંતિમ ચેતાવણી - જોકે અત્યાર સુધી એક પણ રેસિડન્ટ તબીબે હોસ્ટેલ ખાલી નથી. બીજી તરફ 50 ટકા મહિલા ડોક્ટરો હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનો મામલો ગુંચવાયો છે. હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ જુનિયર ડોક્ટર્સ અને ઇન્ટર્ન ડોક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા અથવા હડતાળ સમેટી લેવા અંતિમ ચેતાવણી અપાઈ છે. રેસિડેન્ટ ડોક્ટરોને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સમર્થન જાહેર કરાયું છે. જો કે હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ પણ રેસિડેન્ટ ડોક્ટરો એમની માગ પર અડગ છે.

આ પણ વાંચોઃ ડોક્ટર્સને સાંભળવામાં સરકારને રસ જ નથી કે શું...

હાલ માત્ર 40 થી 50 ઓપરેશન થઈ રહ્યા - હાલ ગુજરાત રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો 15 જૂનથી હડતાળ પર ઉતર્યાં છે. સિનિયર રેસિડેન્સીને બોન્ડમાં સમાવવાની માંગણીને લઈ સતત નવમા દિવસથી હડતાળ ચાલું છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં રોજિંદા 140 થી વધુ ઓપરેશન થતા હતા. તેને બદલે હાલ માત્ર 40 થી 50 ઓપરેશન થઈ રહ્યા છે. હડતાળને પગલે છેલ્લા કેટલાક દિવસોમાં 60 ટકા જેટલા ઓપરેશન રદ કરવાની ફરજ પડી છે.

સિનિયર રેસિડેન્સીમાં ગણવા માગ - છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંદાજે 450 જેટલા ઓપરેશન રદ્દ કરવા પડ્યા છે. રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ તરફથી ડોકટરોની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. જો કે એનાથી હોસ્પિટલની સમગ્ર કામગીરી રાબેતા મુજબ ચાલવી શક્ય નથી. બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવાની માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યાં છે. ત્રણ વર્ષની રેસિડેન્સીના 36 મહિનામાંથી 17 મહિના કોવિડ મહામારીમાં કામ કરવા બદલ 1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સીમાં ગણવા માગ કરાઈ રહી છે. રેસિડેન્ટ ડોક્ટરોએ OPD, વોર્ડ ડ્યુટી, ઈમરજન્સી સેવાઓ પણ બંધ કરી છે.

આ પણ વાંચોઃ Docters Strike in SSG Hospital : તબીબોની હડતાળ યથાવત, આજે શો કાર્યક્રમ આપ્યો જૂઓ

ઈમરજન્સી ઓપરેશનમાં કોઈ સમસ્યા થવા દીધી નથી - સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમને જણાવ્યું કે હડતાળને કારણે હાલ અમે વૈકલ્પિક વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં ગોઠવી છે. 900 જેટલા રેસીડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. એની ભરપાઈ એકા એક થવી શક્ય નથી. 90 મેડિકલ ઓફિસર અમને રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. અન્ય 60 નોન ક્લિનિકલ ટીચિંગ સ્ટાફની મદદ લીધી છે. હડતાળને કારણે ક્યાંય કોઈ દર્દીને સમસ્યા થઈ છે એવી એકપણ ફરિયાદ નથી મળી. સિવિલમાં હડતાળ નહતી એ સમયે દરરોજના લગભગ 140 જેટલા ઓપરેશન થતા હતા જેના બદલે હાલ 60 જેટલા ઓપરેશન થઇ રહ્યા છે. જે ઓપરેશન રદ્દ થયા છે. એ તમામ થોડા સમય બાદ પણ થઈ શકે એવા છે. એક પણ ઈમરજન્સી ઓપરેશનમાં કોઈ સમસ્યા થવા દીધી નથી.

સરકાર સમક્ષ અમારી રજૂઆત કરવામાં આવી - JDAના પ્રમુખ ડોક્ટર રાહુલ ગામેટીએ જણાવ્યું કે સરકાર સમક્ષ અમારી રજૂઆત કરવામાં આવી છે, હાલ કોઈપણ પ્રકારે અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી, જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી અમે હડતાળ પર બેસી રહેશું, તો બીજી તરફ તંત્ર દ્વારા હાલ અમને હોસ્ટેલ ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, પરંતુ હાલ 50 ટકા કરતા વધુ મહિલા તબીબ રહેલ છે, જેથી હોસ્ટેલ ખાલી કરવામાં આવ્યું નથી, જો તંત્ર દ્વારા દબાણ કરવામાં આવશે અને પ્રેશર ટેક્નિક અપનાવવામાં આવશે તો અમે સમાન લઈ ખાલી કરવા તૈયાર છીએ.

Last Updated : Jun 23, 2022, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.