સિનિયર રેસિડેન્ટ તબીબો સામે સરકારની લાલ આંખ, તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

author img

By

Published : Jun 20, 2022, 1:15 PM IST

સિનિયર રેસિડેન્ટ તબીબો સામે સરકારની લાલ આંખ, તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

ગુજરાતમાં સિનિયર રેસિડેન્ટ તબીબોની હડતાલનો (Strike of senior resident doctors)આજે છઠ્ઠો દિવસ છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ તબીબોને સરકાર દ્વારા હોસ્ટેલ ખાલી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સરકારના આદેશના પગલે તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે તેવું તબીબોનું કહેવું છે.

વડોદરાઃ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં સિનિયર રેસિડેન્ટ તબીબોની(senior resident doctor)હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના સિનિયર રેસિડન્ટ તબીબોને સરકાર(Vadodara SSG Hospital) દ્વારા હોસ્ટેલ ખાલી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સાથે સરકારના આદેશના પગલે તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર તબીબ અધિક્ષકની કચેરી એસએસજી હોસ્પિટલ સામે રેસિડેન્ટ યુનિયન દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી દેખાવો (Strike of senior resident doctors)ચાલુ રહેશે તેવું તબીબોનું કહેવું છે.

હડતાલ

આ પણ વાંચોઃ જુનિયર તબીબોની માંગ સાથે સરકાર સંમત નથી : આરોગ્યપ્રધાને આમ કહી શું આપી ચીમકી જૂઓ

આંદોલન યથાવત રહેશે - વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના સિનિયર રેસીડન્ટ તરફ તરીકે ફરજ બજાવતા તબીબોનો બોન્ડના પ્રશ્નને લઇને આંદોલન યથાવત રહ્યું છે. આજે આંદોલનના છઠ્ઠા દિવસે સરકાર તરફથી તેમને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ તબીબો દ્વારા હડતાલના છઠ્ઠા દિવસે પણ પોતાની માંગણીને લઇ અડગ રહ્યા છે આજે તબીબો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે હોસ્પિટલના અધીક્ષકની ઓફિસ આગળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Docters Strike in SSG Hospital : તબીબોની હડતાળ યથાવત, આજે શો કાર્યક્રમ આપ્યો જૂઓ

સરકાર સામે વિરોધ - સરકારની નીતિ વિરુદ્ધ દેખાવો મામલે 2019માં અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોવિડની કામગીરીને ધ્યાનમાં લઈને સેવા તરીકે ગણવા સત્વરે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા આવી પરિપત્રને લઈને સિનિયર રેસિડન્ડ તબીબો એક પ્રકારનો રોષની લાગણી જોવા મળી હતી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક પર હડતાલ ઉતરીને આવશ્યક સેવા ઇમર્જન્સી છે અને આરોગ્ય સેવાઓને અલિપ્ત રહીને સરકારની નીતિ વિરુદ્ધ દેખાવ કર્યા હતા. પોતાની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તેઓ તબીબ રેસિડન્ટ ડોક્ટરે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.