ગુજરાત

gujarat

Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું

By

Published : Mar 7, 2022, 12:08 PM IST

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે (Russia Ukraine War) વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની અસર (Impact of Russia Ukraine War) ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની કિંમતો પર જોવા મળી રહી છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે વૈશ્વિક સોનાનો ભાવ વધીને 2,000 ડોલર પ્રતિ ઔંસ (global gold price hike) થયો હતો.

Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું
Impact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘુંImpact of Russia Ukraine War: વૈશ્વિક માર્કેટમાં સોનું પણ થયું મોંઘું

નવી દિલ્હીઃ એક તરફ રશિયા-યુક્રેન સંકટથી (Russia Ukraine War) વિશ્વભરના શેરબજારો ડૂબી ગયા છે. બીજી તરફ ક્રૂડ ઓઈલની કિંમત પણ 14 વર્ષની ટોચે પહોંચી (Impact of Russia Ukraine War) ગઈ છે. અત્યારે શેરબજારમાં હાલની અસ્થિરતા અને ફૂગાવાથી ડરેલા લોકો હવે સુરક્ષિત રોકાણ માટે સોના (Invest in Gold) તરફ વળ્યા છે. માગ વધવાના કારણે સોનું પણ તેના નવા રેકોર્ડ તરફ (global gold price hike) આગળ વધી રહ્યું છે. સોમવારે વૈશ્વિક સોનાનો ભાવ વધીને 2,000 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

આ પણ વાંચો-Apple થી Adidas: બ્રાન્ડ્સ કે જેણે યુક્રેન યુદ્ધના કારણે રશિયાને કર્યું સસ્પેન્ડ

ભારતીય બજારોમાં પણ સોનાના ભાવ ઉછળ્યા

નિષ્ણાતો માને છે કે, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે પૂરવઠામાં ઘટાડો થવાની આશંકાથી સોનાના (global gold price hike) ભાવમાં વધારો થયો છે. સોનાના મુખ્ય ઉત્પાદક રશિયા પરના પ્રતિબંધોને કારણે આયાતમાં ઘટાડો થવાની ભીતિએ પણ સોનાના ભાવમાં (global gold price hike) વધારો કર્યો છે. ગયા સપ્તાહે MCX સોનું 4.66 ટકા વધીને 52,559 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. ત્યારપછી પણ ભારતીય બજારોમાં સોનાના ભાવમાં (global gold price hike) જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. MCX પર સોનાનો વાયદો 1.8 ટકા વધીને 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આ સિવાય 'સ્પોટ ગોલ્ડ'ની કિંમત 4.30 ટકા વધીને 1,970.35 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

આ પણ વાંચો-યુક્રેન સંકટ વચ્ચે સરકાર LICનો IPO મુલતવી રાખી શકે છે: નિષ્ણાતો

ઈમરજન્સીમાં સોનામાં રોકાણ કરવું સુરક્ષિત

કેપિટલ વાયા ગ્લોબલ રિસર્ચના કોમોડિટી અને કરન્સીના વડા ક્ષિતિજ પૂરોહિતે જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના હુમલા પછી રોકાણકારોએ (Invest in Gold) વ્યૂહાત્મક અને આર્થિક પરિણામોનું મૂલ્યાંકન કર્યું હતું. ઈમરજન્સીના સમયમાં સોનામાં રોકાણ કરવું (Invest in Gold) સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ વૈશ્વિક વલણ છે, માગમાં વધારો થવાના કારણે સોનું 2,000 ડોલર પ્રતિ ઔંસની ઉપર બળી ગયું છે. જો માગ ચાલુ રહેશે તો સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

સોનું 56,200ની સપાટીએ પહોંચ્યું

આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2020 દરમિયાન ભારતીય બજારોમાં સોનું 56,200 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું હતું. ત્યારે ભારત સહિત વિશ્વભરના દેશો કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યા હતા. જો આગામી સમયમાં સોનાની કિંમતમાં વધારો થશે તો તે તેનો જૂનો રેકોર્ડ તોડી નાખશે.

EU રશિયા પર કડક પ્રતિબંધોની શોધમાં

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન રશિયા પર તેલની આયાત પ્રતિબંધ સહિત વધુ કડક પ્રતિબંધોની શોધમાં છે. આ વિકાસથી ફૂગાવા અંગે ચિંતા વધી છે અને સોનાના ભાવમાં વધારો થયો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, 'COMEX' સ્પોટ ગોલ્ડ સપોર્ટ સાથે સોનાના ભાવ (global gold price hike) 1970 ડોલર અને 2,050 ડોલર પ્રતિ ઔંસ રહેશે. MCX ગોલ્ડનો એપ્રિલ ફ્યૂચર્સ ટ્રેડ 52,800 રૂપિયાથી 54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેશે.

સોનાના ભાવ માટે યુદ્ધ જવાબદાર

IIFL સિક્યોરિટીઝ વીપી રિસર્ચના અનૂજ ગુપ્તાએ કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ સોનાના ભાવ (global gold price hike) માટે જવાબદાર છે. જોકે, આ વાતાવરણ વૈશ્વિક ઈક્વિટી માર્કેટ માટે પણ નકારાત્મક છે. મીડિયા અહેવાલો અનુસાર, વિશ્વના સૌથી મોટા સોના-સમર્થિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ, SPDR ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ શુક્રવારે 0.4 ટકા વધીને 1,054.3 ટન થયું હતું, જે માર્ચ 2021ના મધ્ય પછી સૌથી વધુ છે.

ABOUT THE AUTHOR

...view details