ETV Bharat / business

Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,326 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Mar 7, 2022, 10:11 AM IST

Updated : Mar 7, 2022, 11:45 AM IST

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,326.62 (2.44 ટકા)ના કડાકા સાથે 53,007.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 357.40 પોઈન્ટ (5.85 ટકા)ના ઘટાડા સાથે 15,888ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,326 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,326 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મળતા સંકેતના કારણે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,326.62 (2.44 ટકા)ના કડાકા સાથે 53,007.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 357.40 પોઈન્ટ (5.85 ટકા)ના ઘટાડા સાથે 15,888ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Apple થી Adidas: બ્રાન્ડ્સ કે જેણે યુક્રેન યુદ્ધના કારણે રશિયાને કર્યું સસ્પેન્ડ

આ શેરમાં રોકાણ કરીને થશે ફાયદો

ઓએનજીસી (ONGC), ઓઈલ ઇન્ડિયા (Oil India), એચઓઈસી (HOEC), ગેઈલ (GAIL), આઈઓસી (IOC), બીપીસીએલ (BPCL), એચપીસીએલ (HPCL), કોલ ઇન્ડિયા (Coal India) જેવા શેરમાં રોકાણ કરીને તમને ફાયદો થશે.

આ પણ વાંચો- Gold Loans: ગોલ્ડ લોન લેતા પહેલા આટલું ધ્યાન રાખો

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં (Asian Market) મોટા ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 424 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.71 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો નિક્કેઈ 3.15 ટકા તૂટીને 25,166.23ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 3.48 ટકાના ઘટાડા સાથે 21,143.33ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પી 2.44 ટકા તૂટ્યું છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 1.19 ટકાના ઘટાડા સાથે 3,404.47ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Last Updated : Mar 7, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.