ગુજરાત

gujarat

Russia Ukraine conflict: ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી: રાજનાથ સિંહ

By

Published : Feb 27, 2022, 6:15 PM IST

"યુક્રેનમાં જે પણ થઈ રહ્યું છે, અમે (russian invasion of ukraine) ઇચ્છીએ છીએ કે શાંતિ પ્રવર્તે. PM મોદીની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવા માટે શબ્દો પૂરતા નથી. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. અમે માનીએ છીએ કે, વિશ્વ શાંતિ માટે દરેક વ્યક્તિએ આ સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ,"

Russia Ukraine conflict: ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી: રાજનાથ સિંહ
Russia Ukraine conflict: ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી: રાજનાથ સિંહ

બૈરિયા: રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવ વચ્ચે, સંરક્ષણ પ્રધાન (Indian defence minister rajnath singh ) રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે, ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી અને વિશ્વમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે આ સિદ્ધાંતનું પાલન કરવું આવશ્યક છે.

આ પણ વાંચો:Ukraine Russia invasion :રશિયાએ યુક્રેનના ફ્યુઅલ સપ્લાય સ્ટેશનો, એરપોર્ટ પર કર્યો હુમલો

BJP સરકાર લોકોને મફત ગેસ સિલિન્ડર આપશે

તેમની ટિપ્પણીઓ યુક્રેન-રશિયા સંઘર્ષ (Russia Ukraine conflict ) વચ્ચે આવી છે. સિંહ ઉત્તર પ્રદેશના બૈરિયામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે યુક્રેન-રશિયા સંઘર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે દેશ ઇચ્છે છે કે શાંતિ પ્રવર્તે. જો ફરીથી સત્તા પર ચૂંટાશે તો ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર લોકોને હોળી અને દિવાળી પર એક મફત ગેસ સિલિન્ડર આપશે.

આ પણ વાંચો:Ukraine Russia invasion: દેવભૂમિ દ્વારકાની વિદ્યાર્થિની પણ યુક્રેનમાં ફસાઈ

પાંચમા તબક્કામાં 692 જેટલા ઉમેદવારો મેદાનમાં

અયોધ્યા, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કૌશામ્બી, પ્રયાગરાજ, બારાબાકી, બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, અમેઠી અને રાયબરેલીમાં મતદાન ચાલી રહ્યું છે. પાંચમા તબક્કામાં 692 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય લગભગ 2.24 કરોડ મતદારો કરશે. આજે સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થશે. સાત તબક્કાની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બાકીના બે તબક્કા માટે મતદાન 3 માર્ચ અને 7 માર્ચે થશે. મતગણતરી 10 માર્ચે થશે.

ABOUT THE AUTHOR

...view details