ગુજરાત

gujarat

Prabhas starrer 'Salaar' : પ્રભાસના ક્રેઝને લઇને 'સાલાર' ના શો માં કરાયો વધારો, અડધી રાત્રે પણ ચાલશે ફિલ્મ

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 9:11 AM IST

સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના ક્રેઝને ધ્યાનમાં રાખીને તેલંગાણામાં શોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે નિર્માતાઓને ટિકિટના ભાવમાં વધારો કરવાની મંજૂરી પણ આપી દીધી છે.

Etv Bharat
Etv Bharat

હૈદરાબાદ : પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન - સીઝફાયર' રિલીઝની નજીક છે. રિલીઝ પહેલા તેલંગાણા સરકારે પ્રભાસના ફેન્સને સારા સમાચાર આપ્યા છે. સરકારની ખાસ વ્યવસ્થાને કારણે ચાહકો અને દર્શકોની ફિલ્મ જોવાની રાહ હવે ઓછી થઈ ગઈ છે. ઉપરાંત, સરકારે નિર્માતાઓને ફિલ્મની ટિકિટના ભાવમાં વધારો કરવાની સ્વતંત્રતા આપી છે.

ક્રેઝને લઇને શો માં વધારો કરાયો : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલંગાણા સરકારે સાલરના પહેલા વીકેન્ડમાં રાત્રીના 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી શો બતાવવાની યોજના બનાવી છે. તેલંગાણા સરકારે સાલાર માટે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં ફિલ્મ વિશે વિગતો આપવામાં આવી છે. પ્રભાસના ક્રેઝને ધ્યાનમાં રાખીને માત્ર ફિલ્મના શોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ નિર્માતાઓને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મની ટિકિટના ભાવમાં 100 રૂપિયા સુધીનો વધારો કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે.

ટિકિટમાં ભાવ વધારો કરવાની છૂટ : નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'તેલંગાણા રાજ્યમાં 22.12.2023ના રોજ સવારે 4 વાગ્યે ફિલ્મ 'સાલાર'ના છઠ્ઠા શોને મંજૂરી આપવામાં આવી છે અને સિંગલ સ્ક્રીન અને મલ્ટિપ્લેક્સ માટે અનુક્રમે 65 અને 100 રૂપિયાના દરમાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે. નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ સવારે 1 વાગ્યાથી કેટલાક પસંદગીના થિયેટરોમાં 'સાલર' શોને મંજૂરી પણ આપી છે.

રિલિઝ પહેલા આટલી ટિકિટોનું વેચાણ થયું : ઈન્ડસ્ટ્રી ટ્રેકર Sacanilc અનુસાર, 'સાલાર' પહેલાથી જ ટિકિટના વેચાણમાં ઊંચો ઉછાળો જોયો છે. ફિલ્મ રિલીઝના માત્ર 2 દિવસ પહેલા 5,00,000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. અનુમાનિત અહેવાલો અનુસાર, ફિલ્મ તેના શરૂઆતના દિવસે લગભગ 10 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની કમાણી કરી શકે છે.

ડંકીને ટક્કર આપવા સાલાર તૈયાર : પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન મહત્વની ભૂમિકામાં છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીને ટક્કર આપવા આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. તે કન્નડ, હિન્દી, તમિલ અને મલયાલમ સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.

  1. શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળ્યા ગુરુ રંધાવા, ફેન્સે કહ્યું- બંનેએ લગ્ન કરી લેવા જોઈએ
  2. ફિલ્મોના પાત્રોની અસર યુવા માણસ પર લાંબા સમય સુધી રહેતી હોય છે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે

ABOUT THE AUTHOR

...view details