ETV Bharat / entertainment

શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળ્યા ગુરુ રંધાવા, ફેન્સે કહ્યું- બંનેએ લગ્ન કરી લેવા જોઈએ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 5:04 PM IST

શહેનાઝ ગિલ અને ગાયક ગુરુ રંધાવાની ડેટિંગની અફવાઓ વચ્ચે બન્નેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગુરૂ રંધાવા શહેનાઝ ગિલને પાઘડી બાંધતા નજરે પડ્યા છે.

શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળ્યા ગુરુ રંધાવા
શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળ્યા ગુરુ રંધાવા

હૈદરાબાદ: અભિનેત્રી શહેનાઝ ગિલનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેનાઝ ગુરુ રંધાવા સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગાયક ગુરુ રંધાવા શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો શેર કરતાં શહેનાઝે કેપ્શનમાં લખ્યું, 'ગુરુ નુ નાઝ તેરે તે... ચાલુ તેરા નખરા વે' ઉલ્લેખનીય છે કે બંનેએ સાથે મળીને એક ગીત ગાયું છે, 'ગુરુ નુ નાઝ તેરે તે..' તેઓએ આ ગીતને આ રીલમાં સામેલ કર્યું છે. તો ચાહકો પણ તેમના બંને ગીતોના વખાણ કરી રહ્યા છે.

ફેન્સે આપી પ્રતિક્રિયા: એક પ્રશંસકે પ્રતિક્રિયા આપતા કહ્યું - 'તમે બંને ખૂબ જ સારા દેખાઈ રહ્યા છો', જ્યારે બીજાએ લખ્યું - 'શહેનાઝ અને ગુરુએ લગ્ન કરી લેવા જોઈએ,' જ્યારે અન્ય એક ફેને લખ્યું, 'બંને ખૂબ સારા મિત્રો છે.

શહેનાઝ ગિલ અને ગાયક ગુરુ રંધાવાની ડેટિંગની અફવાઓ મ્યુઝિક વીડિયો 'મૂન રાઇઝ'માં જોવા મળ્યા બાદ શરૂ થઈ હતી. બંને સ્ટાર્સ શહેનાઝ ગિલની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ'ના સ્ક્રીનિંગમાં પણ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં ગુરુ શહેનાઝ માટે ચીયર કરતા જોવા મળ્યા હતા.

શહેનાઝે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થેન્ક યુ ફોર કમિંગ તેની બીજી ફિલ્મ હતી. આ સિવાય શહેનાઝે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પંજાબની કેટરિના કૈફ પણ કહેવામાં આવે છે. શહેનાઝ ગિલને બિગ બોસ 13થી લોકપ્રિયતા મળી હતી જેમાં તે સ્પર્ધક તરીકે જોવા મળી હતી.

  1. ફિલ્મોના પાત્રોની અસર યુવા માણસ પર લાંબા સમય સુધી રહેતી હોય છે - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે
  2. કૉફી વિથ કરણ 8: કરણે અર્જુનને પુછ્યું, મલાઈકા સાથે ક્યારે લગ્ન કરીશ ? એક્ટરે આપ્યો આ જવાબ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.