ગુજરાત

gujarat

Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી

By

Published : Jan 30, 2022, 2:02 PM IST

મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ (Mahatma Gandhi 74th death anniversary) પર આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ (tributes to mahatma gandhi) આપી હતી. આ ઉપરાંત, રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓએ પણ બાપુને પુષ્પાંજલિ અર્પી હતી.

Mahatma Gandhi 74th death anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી
Mahatma Gandhi 74th death anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી :આજે રવિવારે મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ (Mahatma Gandhi 74th death anniversary) છે. આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી (PM Modi to pay tribute at Rajghat) હતી. ઉલ્લેખનીય છે કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નાયક મોહનદાસ કરમચંદ ગાંધીનું 30 જાન્યુઆરી 1948ના રોજ અવસાન થયું હતું.

મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:Shaheed Diwas 2022 : બારડોલી સત્યાગ્રહ સમયે ગાંધીજીએ સરભોણને શા માટે બનાવી હતી છાવણી...

આદર્શ વિચારોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ (tributes to mahatma gandhi) આપતા કહ્યું કે, તેમના આદર્શ વિચારોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ છે. આ દિવસે 1948માં મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મોદીએ ટ્વિટ કર્યું કે, બાપુને તેમની પુણ્યતિથિ પર યાદ કરીએ, તેમના આદર્શ વિચારોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે શહીદ દિવસ પર હું એ તમામ મહાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે બહાદુરીથી આપણા દેશની રક્ષા કરી હતી, તેમની સેવા અને બહાદુરી હંમેશા યાદ રાખવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બાપુને કર્યા યાદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને બાપુને યાદ કર્યા હતા. તેમણે લખ્યું છે કે, એક હિન્દુત્વવાદીએ મહાત્મા ગાંધીને ગોળી મારી હતી. તમામ હિંદુત્વવાદીઓને લાગે છે કે, ગાંધીજી રહ્યા નથી, પણ જ્યાં સત્ય છે ત્યાં બાપુ જીવિત છે, તેમણે પોતાના ટ્વીટમાં ગાંધી ફોરએવરના હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે, સત્ય અને અહિંસાનો માર્ગ પ્રશસ્ત કરનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમનું આદર્શ જીવન અને તેમના કલ્યાણકારી વિચારો આપણને હંમેશા રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાની પ્રેરણા આપતા રહેશે.

આ પણ વાંચો:Gandhi Nirvana Din 2022 : ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે

યોગદાનને કારણે આજે ગાંધીજીને બાપુ કહેવામાં આવે છે

બાપુએ દેશ માટે જે કર્યું તે બધાને હંમેશા યાદ રહેશે. તેમના આદર્શો, અહિંસાની પ્રેરણા, સત્યની શક્તિએ અંગ્રેજ શાસનને ઝૂકવા મજબૂર કરી દીધું હતું. તેમના યોગદાનને કારણે આજે ગાંધીજીને બાપુ કહેવામાં આવે છે. કેટલાક તેમને બાપુ કહે છે તો કેટલાક તેમને રાષ્ટ્રપિતા કહે છે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે પુતલીબાઈ અને કરમચંદ ગાંધીના ઘરે જન્મેલા બાળકે પોતાના ગુણોથી બધાને પ્રભાવિત કર્યા હતા, જે પાછળથી રાષ્ટ્રપિતા બન્યા.

ABOUT THE AUTHOR

...view details