Gandhi Nirvana Din 2022 : ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે

author img

By

Published : Jan 30, 2022, 10:58 AM IST

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે
ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે ()

ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat University) દ્વારા ગાંધી નિર્વાણ દિવસ (Gandhi Nirvana Din 2022) નિમિત્તે આજે વિરાસત યાત્રા યોજાશે (Legacy Yatra will be held). તો શું છે આ યાત્રા અને તે ક્યાં હેતુ અને ઉદ્દેશ્યથી તેનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે વિસ્તારથી જાણીએ.

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠના (Gujarat University) કુલનાયક રાજેન્દ્ર ખીમાણીએ ETV ભારત સાથેની ખાસ વાતમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષ પૂર્ણ થયા છે અને આઝાદીના અમૃત મહોત્સવનું 75 વર્ષ પણ ચાલી રહ્યું છે તો આ મોકાને ખાસ બનાવવા માટે આ યાત્રનું (Legacy Yatra will be held) આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિરાસત યાત્રા યોજાશે

ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નામી લોકો અહી રહીને ગયા

ગુજરાત વિદ્યાપીઠમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી જેવા અનેક નામી લોકો અહી રહીને ગયા છે.જેની વિરાસત લોકો સુધી પહોંચે અને તેને સમજે એ માટે આ યાત્રાનો મુખ્ય હેતુ છે. તેમજ વિદ્યાપીઠના હેરિટેજ વોક દરમિયાન લોકો ગાંધીજીના આ સ્થાપત્યને જોવે તે માટે પણ છે. જેમાં ગાંધીજીના બાઇબલ ખંડ કે જેમાં ગાંધીજી બેસીને બાઇબલનું વાંચન કરતાં હતાં એ પણ જોવા મળશે.

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠના 101માં સ્થાપના દિવસે ગાંધીજીના પ્રપૌત્રનો ઓનલાઈન સંબોધન કરશે

વિરાસત યાત્રા દર શનિવારે યોજાશે

આ વિરાસત યાત્રા દર શનિવારે યોજાશે. જેમાં વિવિધ સ્કુલ કોલેજો અને યુનિવર્સિટીઓના તેમજ, કોઈ પણ સામાન્ય નાગરિક ગુજરાત વિદ્યાપીઠની વિરાસત યાત્રામાં જોડાઈ શકશે. વિરાસત યાત્રામાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે અને તેના માટે વિદ્યાપીઠની વેબસાઇટ ઉપરથી કરવાનું રહેશે. આજથી શરૂ થનાર આ વિરાસત યાત્રા દર શનિવારે સવારે 8:30 થી 11:30 કલાક સુધી ચાલશે. આ યાત્રા તમામ લોકો માટે ફ્રી રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધી@150ઃ કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ

શું શું જોઈ શકશો?

ગાંધીજી દ્વારા સ્થાપિત અન્ય ઇમારતની સાથે જુદા જુદા ૨૫ સ્થળોની મુલાકાત કરવવવામાં આવશે.

1. મોરારજી દેસાઈ સંગ્રહાલય:- પાકિસ્તાનનું સર્વોચ્ચ એવોર્ડ નિશાનએ આ સંગ્રહાલયમાં જોઈ શકાશે.

2. બાઇબલ ખંડ :- આ ખંડમાં બેસીને ગાંધીજી બાઇબલ વાંચતા હતા અને સાથે સાથે આ ખંડમાં સર્વ ધર્મ ભાવનાને ઉજાગર કરતા સંદેશાઓ વાંચી શકાશે.

3.ખંભાતી કૂવા :- વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાની અદભુત રચના નિહાળી શકશો.

4. બાયોગેસ પ્લાન્ટ:- પર્યાવરણ જાળવણી અને સંવર્ધનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દર્શાવતું એવો બાયોગેસ પ્લાન્ટ દ્વારા કચરાને રિસાઇકલ કરીને જમવાનું બનાવવામાં આવે છે.

5. સભાગૃહ :- આ સભાગૃહની વિશેષતા એ છે કે, અમદાવાદની કાળઝાળ ગરમીમાં પણ આપ ત્યાં 5 ડિગ્રી સુધીનું ઠંડકનો અનુભવ કરી શકશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.