ગુજરાત

gujarat

સંસદનું શિયાળું સત્રઃ પાક જેલમાં કેદ ગુજરાતી માછીમારો માટે શક્તિસિંહ ગોહિલની 4 મુખ્ય માંગ

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 12:37 PM IST

આજથી સંસદનું શિયાળું સત્ર શરૂ થયું છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલનારૂં છે. વિપક્ષના નેતાઓનું ગઠબંધન 'ઈન્ડિયા' સરકારને અનેક મુદ્દે ઘેરવાની યોજના બનાવી છે, જ્યારે અનેક એવા મુદ્દાઓ ઉઠાવવાનો પણ પ્રયાસ કરાશે જેમાં સરકારને ઘેરી શકાય. ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારોને મુક્ત કરાવવાની સાથે 4 માંગ ગૃહમાં રાખી હતી.

રાજ્યસભામાં  શક્તિસિંહ ગોહિલની 4 મુખ્ય માંગ
રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલની 4 મુખ્ય માંગ

નવી દિલ્હી: આજથી સંસદનું શિયાળું સત્ર શરૂ થઈ ગયું છે, જે 22 ડિસેમ્બર સુધી ચાલનારૂં છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતી માછીમારોને મુક્ત કરાવવાની સાથે 4 માંગ ગૃહમાં રાખી હતી.

શક્તિસિંહની ગૃહમાં રજૂઆત: શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં રજૂઆત સભર મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનના દરિયા સાથે સંકળાયેલો છે. આ કારણે ગુજરાતના માછીમારોને પાકિસ્તાની મરીન વારવાર અપહરણ કરીને લઈને જાય છે અને પાકિસ્તાનની જેલમાં કેદ કરી દે છે. માછીમારોની ફિશિંગ બોટ પણ જપ્ત કરી લે છે અને તેમાંથી સામાન અને સાધનો પણ ચોરી લે છે. આજે પણ ગુજરાતના 150થી વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. પાકિસ્તાનના કાયદા અનુસાર સીમા ઉલ્લંઘનની વઘારેમાં વઘારે સજા 3 વર્ષ છે, પરંતુ કેટલાંક માછીમારો ત્રણ વર્ષથી વધારે સમયથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યાં છે. પહેલાં પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો તેમના પરિવારને પત્ર લખી શકતા હતા સામે માછીમારોના પરિવાર પણ તેમને વળતો પત્ર લખી શકતા હતાં. વર્ષ 2017થી આ સંદેશ વ્યવહાર પોસ્ટના માધ્યમથી મોકલવાની સેવા સરકારે બંધ કરી દીધી.

માછીમારોને લઈને 4 મુખ્ય માંગ: શક્તિસિંહ ગોહિલે સરકાર સમક્ષ માંગ કરી છે કે, કેન્દ્ર સરકાર ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવાનો પ્રયાસ કરે, માછીમારોના પરિવાર પાક જેલમાં કેદ માછીમાર સાથે પોસ્ટના માધ્યમથી સંપર્કમાં રહે તે માટે ફરી પોસ્ટ સુવિધા શરૂ કરે, માછીમારોને ફિશિંગ બોટ માટે સબ્સિડી આપવામાં આવે અને તેના માટે લોનની સુવિધા આપવામાં આવે, તેમજ પાક જેલમાં કેદ પરિવારના જીવન નિર્વાહ માટે સહાય રકમ વધારવામાં આવે. આવી તમામ માંગો સાથે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પ્રશ્ન સાથે મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી છે.

શક્તિસિંહ ગોહિલની શું છે માંગ

  1. કેન્દ્ર સરકાર ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવાનો પ્રયાસ કરાઈ
  2. પાક જેલમાં કેદ માછીમારનો પરિવાર તેમને પત્ર લખી શકે તે માટે ફરી પોસ્ટ સુવિધા શરૂ કરવી
  3. માછીમારોને ફિશિંગ બોટ માટે સબ્સિડી સાથે લોનની સુવિધા આપવામાં આવે
  4. પાક જેલમાં કેદ માછીમારના પરિવારના જીવન નિર્વાહ માટે સહાય રકમ વધારવામાં આવે
  1. સંસદનું શિયાળું સત્ર 2023: PM મોદીએ કહ્યું, સરકાર વિરોધી કોઈ લહેર નહીં, વિપક્ષ પાસે એક સુવર્ણ અવસર
  2. 'આલી મવાલી ચૂંટણીમાં આવી જાય પણ વડાપ્રધાન મોદીની ગેરંટી સામે કોઈ નહી' ત્રણ રાજ્યોમા જીત બાદ સી.આર.પાટીલનો વિપક્ષને ટોણો

ABOUT THE AUTHOR

...view details