ગુજરાત

gujarat

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ મૌલાના કલ્બે સાદિકનું મંગળવારે નિધન

By

Published : Nov 25, 2020, 4:48 PM IST

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઈસ પ્રેસિડેન્ટ મૌલાના કલ્બે સાદિકનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. તે છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા.

maulana kalbe
maulana kalbe

  • મૌલાના કલ્બે સાદિકનું 81 વર્ષની ઉંમરે નિધન
  • UPની રાજધાની લખનૌની એરા હોસ્પિટલમાં હતા દાખલ
  • રાજકીય, સામાજિક હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ


લખનઉ: અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ મૌલાના કલ્બે સાદિકનું 81 વર્ષની ઉંમરે ગંભીર બીમારીને લીધે મંગળવારે રાત્રે નિધન થયું હતું. શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મૌલાનાનું બહું મોટું યોગદાન હતું. મૌલાના કલ્બે સાદિકે ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું અને યુનિટી સ્કૂલ, કોલેજ, એરા યુનિવર્સિટી દ્વારા હંમેશા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. મૌલાનાને UPની રાજધાની લખનૌની એરા હોસ્પિટલના આઈસીયુમાં એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અનેક રાજકીય અને સામાજિક હસ્તીઓએ પણ મૌલાનાને શ્રદ્ધાંજલિ આપી હતી.

હંમેશા હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરતા

22 જૂન 1939ના રોજ જન્મેલા કલ્બે સાદિક સર્વધર્મ સમભાવની ભાવનાથી દરેક ધર્મની પ્રથાને અનુસરીને, બધા ધર્મોનો આદર કરીને અને તેમના કાર્યક્રમોમાં ભાગ લઈને એકતાનો અવાજ ઉઠાવ્યો હતો. દેશનો સૌથી વિવાદિત મુદ્દો રામ મંદિર અને બાબરી મસ્જિદ પર તેમણે કહ્યું હતું કે, જો ચુકાદો મુસ્લિમના પક્ષમાં આવે તો પણ તે સ્થાન હિન્દુઓને આપવું જોઈએ. જેથી બંને ધર્મો વચ્ચે પરસ્પર સબંધો જળવાઈ રહે. મૌલાના કલ્બે સાદિકે ત્રિપલ તલાકનો પણ વિરોધ કર્યો હતો.

એક મહિના પહેલાં કહી દેતા ઇદની તારીખ

મૌલાના કલ્બે સાદિક એક મહિના પહેલા જ રમઝાન અને ઇદની તારીખનું એલાન કરી દેતા હતા.

ABOUT THE AUTHOR

...view details