ગુજરાત

gujarat

Madras High Court: કોવિડ -19 મેનેજમેન્ટનો કેસ કર્યો બંધ

By

Published : Jun 23, 2021, 10:08 AM IST

મદ્રાસ હાઈકોર્ટે(Madras High Court) તમિળનાડુ સરકારને દેશ બહાર જાતા પ્રવાસીઓ અને અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓનું રસીકરણ(Vaccination) પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. ત્યારે એપ્રિલમાં રાજ્યમાં દવાઓ, બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા માટે અદાલતે આ મામલો પોતાના હાથમાં લીધો હતો.

Madras High Court: કોવિડ -19 મેનેજમેન્ટનો કેસ કર્યો બંધ
Madras High Court: કોવિડ -19 મેનેજમેન્ટનો કેસ કર્યો બંધ

  • મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court)વિદેશ જતા વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ કરવા કર્યો આદેશ
  • કોવિડ -19 મેનેજમેન્ટ પર સુનાવણી બંધ કરાઇ
  • બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતા માટેની અદાલતે લીધી હતી જવાબદારી

ચેન્નાઇઃ મદ્રાસ હાઈકોર્ટે મંગળવારના રોજ કેન્દ્ર અને તમિળનાડુ સરકાર(Government of Tamil Nadu)ને દેશની બહાર જતા પ્રવાસીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું રસીકરણ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. જે લોકોને હવે રસીનો બીજો ડોઝ(Madras High Court) પણ લેવો પડશે.

આ પણ વાંચોઃકોરોના સંક્રમણમાં વધારો થવા માટે ચૂંટણીપંચ જવાબદાર, હત્યાનો કેસ દાખલ થવો જોઇએ : મદ્રાસ હાઇકોર્ટ

કોવિડ -19 મેનેજમેન્ટને કેસ બંધ

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠની આ નિર્દેશ એવા મુદ્દા પર આવી છે, જેની સુનાવણી અદાલત દ્વારા પુંડુચેરીના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 મેનેજમેન્ટને સુનાવણી કરવામાં આવી હતી. જોકે, નિર્દેશો આપ્યા બાદ ખંડપીઠે કોવિડ -19 મેનેજમેન્ટને અરજી પર સુનાવણી બંધ કરી હતી.

આ પણ વાંચોઃતમિલનાડુના આરોગ્ય સચિવને બરતરફ કરાયા, કોરોના સંક્રમણના સતત વધતા કેસ જવાબદાર

ઇમરજન્સી ધોરણે વિકસિત સુવિધાઓને તાત્કાલિક હટાવવી નહીઃ કોર્ટ

રાજ્યમાં દવાઓ, બેડ અને ઓક્સિજનની ઉપલબ્ધતાના આધારે અદાલતે એપ્રિલમાં આ મામલો હાથમાં લીધો હતો. મંગળવારના રોજ જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો, ત્યારે બેંચે કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. કોર્ટે કહ્યું કે, બીજી તરંગ સાથે કામ કરવા માટે ઇમરજન્સી ધોરણે વિકસિત સુવિધાઓને તાત્કાલિક હટાવવી જોઈએ નહીં જેથી જો ત્રીજી તરંગ 4થી 6 મહિનામાં આવે તો આ સુવિધાઓની મદદથી કાર્યવાહી કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details