ગુજરાત

gujarat

lakhimpur case ashish mishra: આશિષ મિશ્રાના જામીન રદ્દ, એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો સુપ્રીમનો આદેશ

By

Published : Apr 18, 2022, 1:41 PM IST

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસાના આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા (lakhimpur case ashish mishra)ના જામીન રદ કરી દીધા છે અને એક સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

lakhimpur case ashish mishra: આશિષ મિશ્રાના જામીન રદ્દ, એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો સુપ્રીમનો આદેશ
lakhimpur case ashish mishra: આશિષ મિશ્રાના જામીન રદ્દ, એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો સુપ્રીમનો આદેશ

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ (lakhimpur case ashish mishra) મિશ્રાના જામીન રદ કરી દીધા (ashish mishra bail cancel )છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને ફગાવીને સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષને એક સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો :અલ્હાબાદ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા. પીડિત પરિવારોએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાની જામીન રદ કરવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજીને મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ (Allahabad high court statement) પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, જ્યારે ટ્રાયલ શરૂ થવાની બાકી છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇજાઓની પ્રકૃતિ જેવી બિનજરૂરી વિગતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો:Bhopal Pragna Pravah Meeting: સંઘ હંમેશા કટ્ટરપંથીઓના નિશાના પર છેઃ મોહન ભાગવત

પૂર્ણ સ્પેશિયલ બેન્ચે એ હકીકતની કડક નોંધ લીધી હતી કે, રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશ સામે કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સૂચવ્યા મુજબ અરજી દાખલ કરી નથી. ખેડૂતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે અને પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, હાઈકોર્ટે વ્યાપક ચાર્જશીટ (ashish mishra case charge sheet)ને ધ્યાનમાં લીધી નથી, પરંતુ FIR પર આધાર રાખ્યો છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ રજૂઆત કરી હતી કે આરોપી દેશની બહાર ગયો હોવાની શક્યતા નથી અને તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી.

આ પણ વાંચો:Padma Shri Prafulla Kar Passes Away: ઓડિશાના સુપ્રસિદ્ધ સંગીતકાર પદ્મશ્રી પ્રફુલ્લા કરનું નિધન

સાક્ષી પર હુમલાનો ઉલ્લેખ:અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અગાઉ, ખેડૂતો માટે હાજર રહેલા વકીલે 10 માર્ચે મુખ્ય સાક્ષી પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, લખીમપુર ખેરી હિંસા (Lakhimpur kheri violence)કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની જામીન અરજીનો "રાજ્ય દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો".

ABOUT THE AUTHOR

...view details