ગુજરાત

gujarat

બારામુલ્લામાં જવાનોએ આટલા આતંકવાદીઓ કર્યા ઠાર, એક જવાને વહોરી શહીદી

By

Published : May 25, 2022, 12:21 PM IST

બારામુલ્લાના ક્રીક વિસ્તારમાં સેનાએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને (Encounters In Jammu and Kashmir) ઠાર કર્યા છે. એક જવાન પણ શહીદ થયો છે.

બારામુલ્લામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર, એક જવાન શહીદ
બારામુલ્લામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર, એક જવાન શહીદ

જમ્મુઃ બારામુલ્લાના ક્રીક વિસ્તારમાં નજીભાત ક્રોસિંગ પર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ (Encounters In Jammu and Kashmir) થઈ હતી. સૈનિકોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો:Jammu Kashmir Encounter : શોપિંયામાં આતંકવાદી અને સૈન્ય વચ્ચે ફાયરિંગ, બે આતંકીઓ છાર

3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા : પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પછી એન્કાઉન્ટર થયું હતું. જ્યારે સુરક્ષા દળો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા ત્યાં પહોંચ્યા ત્યારે આતંકીઓ તરફથી જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનાથી એન્કાઉન્ટર શરૂ થયું હતું. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

અપડેટ ચાલું...

ABOUT THE AUTHOR

...view details