ETV Bharat / bharat

Jammu Kashmir Encounter : શોપિંયામાં આતંકવાદી અને સૈન્ય વચ્ચે ફાયરિંગ, બે આતંકીઓ છાર

author img

By

Published : May 9, 2022, 5:15 PM IST

કુલગામમાં સૈન્ય અને આતંકીઓની અથડામણ બાદ હવે શોપિંયામાં ફાયરિંગ (Firing in Shopian) થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૈન્યએ (Security Forcese) બે આતંકીઓને પકડીને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. જોકે, શોપિયામાં થયેલા ફાયરિગમાં કોઈ સ્થાનિકનું મોત થયું હોય એવા કોઈ વાવડ નથી.

જમ્મુ કાશ્મીરના શોપિંયા જિલ્લામાં આતંકવાદી અને સૈન્ય વચ્ચે ફાયરિંગ,સમગ્ર એરિયામાં સર્ચ ઑપરેશન
જમ્મુ કાશ્મીરના શોપિંયા જિલ્લામાં આતંકવાદી અને સૈન્ય વચ્ચે ફાયરિંગ,સમગ્ર એરિયામાં સર્ચ ઑપરેશન

શોપિયા: જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચે સોમવારે ફાયરિંગ થયું હતું. ઝૈનાપોરા ગામના શિરમાલ વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. જે દક્ષિણ કાશ્મીરના શોપિયા (Firing in Shopian) જિલ્લામાં આવેલું છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાના વિશ્વસનીય ઈનપુટ મળ્યા બાદ સૈન્યએ છુપી રીતે એક સર્ચ ઑપરેશન (Search Operation in Shopian) શરૂ કર્યું હતું. હજુ પણ આ વિસ્તારમાં કેટલાક ત્રાસવાદીઓ અટવાયા હોવાના ઈનપુટ ( Input About Militants ) છે. જેના કારણ સમગ્ર વિસ્તારને સૈન્યએ ઘેરી લીધો છે. રીપોર્ટ અનુસાર બે આતંકીઓ સૈન્યના હાથે ઝડપાયા છે. બંને તરફથી જોરદાર ફાયરિંગ શરૂ થયું હતું. જે બપોર સુધી ચાલ્યું હતું.

આ પણ વાંચો: Encounter: કુલગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર

10 કલાક સુધી ફાયરિંગ થયું: આતંકીઓ જ્યાં છુપાયા હતા ત્યાંથી તેમણે જોયું કે ભારતીય સૈન્ય સમગ્ર વિસ્તારને ઘેરી રહી છે. એટલે બચવા માટે આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલમાં પણ ઑપરેશન ચાલું હોવાની વિગત સામે આવી છે. આ પહેલા કાશ્મીરના કુલગામેથી અથડામણના (Firing in Shopian ) સમાચાર મળ્યા હતા. જેમાં 10 કલાક સુધી સતત સામસામે ફાયરિંગ ચાલ્યું હતું. સૈન્ય તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. ઠાર મરાયેલા આતંકીઓ પર પોલીસકર્મીઓની હત્યા અને એક પરિવારના યુવકની હત્યાનો આરોપ હતો. સૈન્યએ એમની પાસેથી 56 રાયફલ, ચાર મેગઝીન, પિસ્તોલ સહિત વિસ્ફોટક જેવી સામગ્રી જપ્ત કરી હતી. કાશ્મીરના આઈજી વિજય કુમારે (Jammu Kashmir Police) કહ્યું હતું કે, માર્યા ગયેલા ત્રાસવાદીમાં એક હૈદર હતો જે બાંદીપોરામાં થયેલી ઘટનાઓમાં સામિલ હતો.

આ પણ વાંચો: આતંકવાદીઓએ ફરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા, શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો

સ્થાનિકોને બહાર કાઢ્યા: બાંદીપોરામાં થયેલા ઘર્ષણમાં મોહમ્મદ સુલતાન અને ફૈયાઝ નામના બે વ્યક્તિનું મૃત્યું થઈ ગયું હતું. કુલગામમાં આ બીજો આતંકી હુમલો હતો. જે બે આતંકીને ઠાર મારવામાં આવ્યા છે એમાંથી એક વ્યક્તિએ સતીશ કુમારસિંહ નામના વ્યક્તિની હત્યા કરવામાં સામિલ હતો. સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થાય એ પહેલા જ સૈન્યએ ત્યાં રહેતા સ્થાનિકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઈ જવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે આતંકીઓનું સ્થાનિક ક્નેક્શન તૂટી ગયું હતું. જોકે, શોપિયામાં થયેલા હુમલાને પ્લાનિંગથી કરવામાં આવેલો હુમલો માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.