ગુજરાત

gujarat

rahul gandhi on hindutva: હું હિંદુ છું, હિંદુત્વવાદી નથી : રાહુલ ગાંધી

By

Published : Dec 12, 2021, 6:31 PM IST

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રેલીમાં સંબોધન કરતાં પોતાને હિંદુ ગણાવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે ભારત હિંદુઓનો દેશ છે (rahul gandhi on hindutva) હિંદુત્વવાદીઓનો નહીં. હું હિંદુત્વવાદી નથી, હું હિંદુ છું

હું હિંદુ છું
હું હિંદુ છું

  • મોંઘવારીના વિરોધમાં રાજસ્થાનમાં રેલી
  • મોટી સંખ્યામાં જોડાયા લોકો
  • હિંદુત્વના મુદ્દા પર વડાપ્રધાન પર રાહુલના પ્રહાર

ન્યુઝ ડેસ્ક : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિંદુત્વવાદના મુદ્દા પર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે દેશમાં હિંદુત્વવાદીઓનું રાજ છે હિંદુઓનું નથી. તેઓએ કહ્યું કે હિંદુત્વવાદીઓ કાઢી મુકીને દેશમાં હિંદુઓનું રાજ લાવવું જોઇએ. આ સાથે તેઓએ એવું પણ કહ્યું હતું કે તે હિંદુ છે પણ હિંદુત્વવાદી નથી(rahul gandhi said i am hindu) .

હિંદુત્વવાદી નેતાઓએ દેશને પહોંચાડ્યું છે નુકસાન

કોંગ્રેસ નેતાએ રવિવારે રાજસ્થાનના જયપુરમાં મહેંગાઇ હટાઓ રેલીને સંબોધીત કરતી વખતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્રણ ચાર હિંદુત્વવાદીઓએ સાત વર્ષથી દેશને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. એક હિંદુત્વવાદી વડાપ્રધાને ખેડૂતોની પીઠમાં છરો ભોંકીને પછી માંફી માંગી છે. રાહુલે એવું પણ કહ્યું હતું કે આજે દેશના રાજકારણમાં(rahul gandhi on hindutva) બે શબ્દો હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે ઘર્ષણ છે. તેઓએ કહ્યું કે હિંદુ સત્યાગ્રહી હોય છે જ્યારે હિદુત્વવાદી સત્તાગ્રહી હોય છે. જેવી રીતે બે જીવમાં એક આત્મા નથી હોતી તેવી રીતે બે શબ્દોનો એક અર્થ ક્યારે પણ ન હોઇ શકે.

રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા લોકો

કોંગ્રેસે દેશમાં વધતી મોંઘવારીનો વિરોધ કરવા માટે જયપુરના વિદ્યાનગર સ્ટેડિયમ ખાતે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી જેના કારણે કોંગ્રેસી નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજસ્થાન ઉપરાંત હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી,જેવા પાડોશી રાજ્યોમાંથી પણ લોકો આવ્યા હતાં.

આ પણ વાંચો:Rahul Gandhi slams modi : 'છબી બચાવો, ફોટો છાપો' ભાજપનું મૂળ સૂત્ર છે

ABOUT THE AUTHOR

...view details