ETV Bharat / bharat

Rahul Gandhi slams modi : 'છબી બચાવો, ફોટો છાપો' ભાજપનું મૂળ સૂત્ર છે

author img

By

Published : Dec 11, 2021, 6:44 PM IST

Rahul Gandhi slams modi :  'છબી બચાવો, ફોટો છાપો' ભાજપનું મૂળ સૂત્ર છે
Rahul Gandhi slams modi : 'છબી બચાવો, ફોટો છાપો' ભાજપનું મૂળ સૂત્ર છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે 'બેટી બચાવો, બેટી પઢાવો' (beti bachao beti padhao) નહીં પરંતુ 'છવિ બચાવો ફોટો છપાવો' (chavi bachao photo chapwao) એ ભાજપનું અસલી સૂત્ર છે.

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને નિશાને લીધાં
  • 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના પરના અહેવાલને લઇ ટીકા
  • મોદી સરકારનું સૂત્ર 'છવિ બચાવો, ફોટો છપાવો' છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદીય સમિતિના અહેવાલ પર ઉલ્લેખ કર્યો છે કે 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના (beti bachao beti padhao) હેઠળ "વર્ષ 2016 થી 2019 દરમિયાન મીડિયા અભિયાન પર ફાળવવામાં આવેલી લગભગ 80 ટકા રકમ ખર્ચવામાં આવી હતી". રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન (Rahul Gandhi slams modi) સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભાજપનું અસલી સૂત્ર 'છવિ બચાવો, ફોટો છપાવો' (chavi bachao photo chapwao) છે. સંસદીય સમિતિના અહેવાલ સાથે જોડાયેલા સમાચારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ભાજપનું મૂળ સૂત્ર - chavi bachao photo chapwao.

લોકસભામાં રજૂ થયો અહેવાલ

ઉલ્લેખનીય છે કે ગુરુવારે લોકસભામાં રજૂ કરાયેલ 'બેટી બચાવો, બેટી પઢાવો' (beti bachao beti padhao) યોજનાના વિશેષ સંદર્ભ સાથે શિક્ષણ દ્વારા મહિલાઓના સશક્તિકરણ પર ભાજપના સાંસદ હીના ગાવિતના નેતૃત્વ હેઠળની સમિતિના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2016 થી 2019 ના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા 446.72 કરોડ રૂપિયામાંથી 78.91 ટકા રકમ મીડિયા પ્રચાર પર ખર્ચવામાં આવી છે અને આ જોઇને સમિતિ બિલકુલ ખુશ નથી.

આ યોજના હેઠળ, 2014-15માં તેની શરૂઆત થઈ ત્યારથી રાજ્યોએ કોવિડ-અસરગ્રસ્ત વર્ષ સિવાય અત્યાર સુધી ફાળવેલ રકમના માત્ર 25.15 ટકા જ ખર્ચ્યા છે, તે દુઃખદ છે અને કહ્યું કે આ તેમની નબળી કામગીરી દર્શાવે છે. અહેવાલ મુજબ, વર્ષ 2014-15માં યોજનાની શરૂઆત થઈ ત્યારથી બેટી બચાવો, બેટી પઢાવો (beti bachao beti padhao) યોજના હેઠળ કુલ ફાળવણી રૂ. 622.48 કરોડ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Farmers death during kisan andolan : સરકાર પાસે નથી એટલે કોંગ્રેસ ખેડૂતોના મોતનો આંકડો આપે છે

આ પણ વાંચોઃ Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.