Farmers death during kisan andolan : સરકાર પાસે નથી એટલે કોંગ્રેસ ખેડૂતોના મોતનો આંકડો આપે છે

author img

By

Published : Dec 7, 2021, 2:14 PM IST

Farmers death during kisan andolan : સરકાર પાસે નથી એટલે કોંગ્રેસ ખેડૂતોના મોતનો આંકડો આપે છે

રાહુલ ગાંધીએ આજે ​​લોકસભામાં ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોની યાદી (Rahul ઉandhi in Loksabha on Farmers Death) રજૂ કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનમાં લગભગ 700 ખેડૂતો શહીદ થયા હતાં. રાહુલે કહ્યું કે વડાપ્રધાને દેશની માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું કે તેમણે ભૂલ કરી હતી. રાહુલે લોકસભામાં મૃત ખેડૂતોના આંકડા (Farmers death during kisan andolan) રજૂ કર્યા હતાં.

  • ખેડૂત આંદોલનના મૃતક ખેડૂતોનો મામલો
  • રાહુલ ગાંધીએ લોકસભામાં રજૂ કરી યાદી
  • આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોની યાદી રજૂ કરી

નવી દિલ્હી: ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોની યાદી રાહુલ ગાંધીએ આજે ​​લોકસભાના ટેબલ પર (Rahul Gandhi in Loksabha on Farmers Death) મૂકી હતી. તેમણે કહ્યું કે 30 નવેમ્બરે એક પ્રશ્નના જવાબમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમની પાસે મૃત ખેડૂતોનો ડેટા (Farmers death during kisan andolan) નથી, તેથી તેઓ પોતે ખેડૂતોની વિગતો રજૂ કરી રહ્યા છે.

પંજાબમાં કોંગ્રેસ સરકારનું કામ રજૂ કર્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે ખેડૂતોના મૃત્યુના આંકડા (Farmers death during kisan andolan) પૂછવામાં આવ્યા ત્યારે કૃષિપ્રધાને કહ્યું કે તેમની પાસે કોઈ ડેટા નથી. અમને જાણવા મળ્યું કે પંજાબ સરકારે લગભગ 400 ખેડૂતોને પાંચ લાખની આર્થિક મદદ કરી છે. આ સાથે 152 ખેડૂતોને રોજગારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને દેશની માફી માંગી છે, ત્યારબાદ ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ અને વળતર મળવું (Rahul Gandhi in Loksabha on Farmers Death) જોઈએ.

સરકારે રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્રના (Winter Session of Parliament 2021) ત્રીજા દિવસે રાજ્યસભામાં લેખિત જવાબ આપ્યો હતો. ખેડૂતોના મૃત્યુ પછી આર્થિક મદદ અંગે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ત્રણ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના મૃત્યુનો સરકાર પાસે કોઈ રેકોર્ડ (Farmers death during kisan andolan) નથી.

ખેડૂતોના મૃત્યુઆંક વિશે માહિતી

જ્યારે વિપક્ષ દ્વારા કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના મૃત્યુઆંક (Farmers death during kisan andolan) વિશે પૂછવામાં આવ્યું હતું અને શું સરકાર અસરગ્રસ્ત પરિવારોને કોઈ આર્થિક સહાય આપવાનું આયોજન કરી રહી છે? તેના જવાબમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે NCRB હેઠળ ખેડૂતોના મૃત્યુનો કોઈ અહેવાલ નથી.

આ પણ વાંચોઃ વડોદરા કોંગ્રેસે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને અર્પી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન: ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી, કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી ચલાવી રહી છે- ભરતસિંહ સોલંકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.