ગુજરાત

gujarat

દેશમાંથી 50 વર્ષ પહેલા ચોરાયેલી મૂર્તિ અમેરિકાથી મળી, કિંમત જાણીને તમે પણ...

By

Published : Aug 9, 2022, 12:49 PM IST

તમિલનાડુના નંદનપુરેશ્વર શિવન મંદિરમાંથી 50 વર્ષ પહેલા (Goddess Parvati Idol found america) ચોરાયેલી દેવી પાર્વતીની મૂર્તિ ન્યૂયોર્કમાંથી મળી આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ (tamilnadu temple idol found america) પ્રતિમા બોનહેમસો ઓક્શન હાઉસમાં છે.

16055119
16055119

ચેન્નાઈઃ તમિલનાડુના કુંભકોનમ શહેરના થંડાથોત્તમ ખાતે આવેલા નંદનપુરેશ્વર શિવન મંદિરમાંથી (Goddess Parvati Idol found america) લગભગ 50 વર્ષ પહેલા ચોરાયેલી દેવી પાર્વતીની મૂર્તિ (goddess parvati) અમેરિકાના ન્યૂયોર્કમાં મળી આવી (tamilnadu temple idol found america) છે. તમિલનાડુના ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના સ્ટેચ્યુ સેલે સોમવારે આ જાણકારી આપી. CIDએ જણાવ્યું કે, આ મૂર્તિ ન્યૂયોર્કના બોનહેમસો ઓક્શન હાઉસમાંથી મળી (goddess parvati stolen idol found) આવી હતી.

આ પણ વાંચો:આઝાદી કા અમૃત મહોત્સવ: સી.વી.રામન, જેમણે પ્રોફેસર બનવા માટે સરકારી નોકરી છોડી

2019માં FIR નોંધવામાં આવી: જેમાં જણાવાયું હતું કે, પ્રતિમાની ચોરી અંગેની ફરિયાદ વર્ષ 1971માં સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી અને સ્ટેચ્યુ સેલ દ્વારા કે.કે. વાસુ નામની વ્યક્તિની ફરિયાદ પર ફેબ્રુઆરી 2019માં FIR નોંધવામાં આવી હતી અને ત્યારથી મામલો પેન્ડિંગ છે. CIDએ જણાવ્યું હતું કે, આ બાબત તાજેતરમાં ધ્યાન પર આવી જ્યારે સ્ટેચ્યુ સેલના ઇન્સ્પેક્ટર એમ. ચિત્રાએ તપાસ શરૂ કરી અને તેમણે વિદેશમાં વિવિધ મ્યુઝિયમો અને ઓક્શન હાઉસમાં દેવી પાર્વતીની ચોલ કાળની મૂર્તિઓ વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. સંપૂર્ણ તપાસ બાદ ચિત્રાએ જણાવ્યું કે, ચોરાયેલી મૂર્તિ બોનહેમસો ઓક્શન હાઉસમાં છે.

આ પણ વાંચો:એકનાથ શિંદેના પ્રધાનમંડળનું આજે થશે વિસ્તરણ

તાંબાના મિશ્રધાતુથી બનેલી પ્રતિમા:સ્ટેચ્યુ સેલ મુજબ, 12મી સદીમાં ચોલા શાસન દરમિયાન તાંબાની મિશ્રધાતુથી બનેલી આ પ્રતિમા 52 સેમી ઊંચી છે અને તેની કિંમત લગભગ 1,68,26,143 રૂપિયા છે. દક્ષિણ ભારતમાં, પાર્વતીને ઉમા તરીકે પણ પૂજવામાં આવે છે અને તેમની પ્રતિમા સામાન્ય રીતે સ્થાયી સ્થિતિમાં હોય છે. CIDના સ્ટેચ્યુ સેલના પોલીસ મહાનિર્દેશક જયંત મુરલીના જણાવ્યા અનુસાર, તેમની ટીમે પ્રતિમાને પરત લાવવા માટે કાગળો તૈયાર કરી લીધા છે.

ABOUT THE AUTHOR

...view details