ગુજરાત

gujarat

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ

By

Published : Oct 8, 2021, 8:40 PM IST

રાહુલગાંધીએ પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસની કિંમતોમાં ભાવ વધારાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, તહેવારોની સિઝનને નીરસ બનાવવા બદલ વડાપ્રધાનનો આભાર.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે PM નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ

  • રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો
  • પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય ચીજો વસ્તુઓ અને LPGના વધતા ભાવ મુદ્દે કટાક્ષ
  • બુધવારે LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો ભાવ વધારો

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસના ભાવમાં વધારાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, તહેવારોની સિઝનને નીરસ બનાવવા માટે વડાપ્રધાન આભાર માનીએ છીએ.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, "આભાર મોદીજીનો કે, પેટ્રોલ, ડિઝલ, ખાદ્ય ચીજો વસ્તુઓ અને એલપીજીના ભાવ વધી રહ્યો છે"

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ રેકોર્ડ ઉંચ સપાટીએ

આંતરરાષ્ટ્રીય સ્તરે બળતણની કિંમતોમાં થયેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને, બુધવારે LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે પેટ્રોલ અને ડિઝલની કિંમતો પણ રેકોર્ડ ઉંચ સપાટીએ પહોંચી છે.

જુલાઈથી સિલિન્ડરની કિંમતમાં કુલ 90 રૂપિયાનો વધારો

સબસિડી વાળા અને સબસિડી વગરના LPGના ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જુલાઈથી 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં કુલ 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારી છૂટક ઇંધણ વેચનાર કંપનીઓના ભાવ સૂચના અનુસાર

સરકારી છૂટક ઇંધણ વેચનાર કંપનીઓના ભાવ સૂચના અનુસાર, દિલ્હી અને મુંબઈમાં હવે LPG ગેસની કિંમત વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં તે 926 રૂપિયા છે.

આ પણ વાંચોઃએર ઇન્ડિયાના નવા 'મહારાજા' ટાટા સન્સ, 18,000 કરોડની બોલી લગાવીને જીતી નીલામી

આ પણ વાંચોઃNOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો

ABOUT THE AUTHOR

...view details