ગુજરાત

gujarat

Maharashtra Politics: CM શિંદે સાથે ફડણવીસ-અજિત પવારની બેઠક અડધી રાત સુધી ચાલી, વિભાજન પર ચર્ચા

By

Published : Jul 11, 2023, 11:34 AM IST

મુંબઈનું મહાભારત ચાલુ જ છે. સતત નેતાઓની હલચલ જોવા મળી રહી છે. કલાક પછી પણ મુંબઈનું ભવિષ્ય શુ હશે તે કહેવું હવે મુશ્કેલ બની ગયું છે. કારણ કે સતત તેમા અપડેટ આવ્યા રાખે છે. માયાનગરમીમાં મહાભારતનું હજુ એક અપડેટ આવ્યું છે. જેમાં NCPના 9 ધારાસભ્યોના શપથ લીધા બાદ મહાગઠબંધનના નેતાઓમાં વિભાગોની વહેંચણીને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

Maharashtra Politics: સીએમ શિંદે સાથે ફડણવીસ અને અજિત પવારની બેઠક અડધી રાત સુધી ચાલી, સરકારમાં વિભાગોના વિભાજન પર ચર્ચા
Maharashtra Politics: સીએમ શિંદે સાથે ફડણવીસ અને અજિત પવારની બેઠક અડધી રાત સુધી ચાલી, સરકારમાં વિભાગોના વિભાજન પર ચર્ચા

મુંબઈ: NCP સત્તામાં આવ્યા બાદ મહારાષ્ટ્રની રાજકીય ગણતરી દર કલાકે બદલાઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર કેબિનેટમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને સોમવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વર્ષા આવાસ પર પહોંચ્યા હતા. સૂત્રોએ માહિતી આપી છે કે સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે લાંબી ચર્ચા થઈ છે.

શિવસેનાના જૂથમાં નારાજગી:પ્રધાનમંડળના વિભાજન પર ચર્ચાઃ અજિત પવારના સત્તામાં આવ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શિવસેના અને ભાજપના નેતાઓ પહેલેથી જ પ્રધાન પદથી નારાજ છે. બીજી તરફ એનસીપીના 9 ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા છે જેના કારણે ભાજપ અને શિવસેનામાં નારાજગી ફેલાઈ છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદેના ઘણા ચાહકો નારાજ છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે એનસીપીને કયું મંત્રાલય આપવું જોઈએ તેના પર ઘણી ટક્કર ચાલી રહી છે. એનસીપીને નાણાકીય ખાતું આપવાને લઈને શિવસેનાના જૂથમાં નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રામદાસ આઠવલે છગન ભુજબળને મળ્યા:કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે સોમવારે રાજ્ય પ્રધાન છગન ભુજબળને મળ્યા. રામદાસ આઠવલેએ જણાવ્યું કે અજિત પવારની સાથે એનસીપીના અસંતુષ્ટ નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થયા. અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી એનડીએમાં જોડાઈ હતી. રામદાસ આઠવલેએ કહ્યું કે આના કારણે વિપક્ષ મહાવિકાસ આઘાડી વધુ નબળી પડી છે.

નેતાઓમાં ભારે મૂંઝવણ: હવે તારીખ 17 જુલાઈથી શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા કેબિનેટનું વિસ્તરણ થશે તે લગભગ નિશ્ચિત છે. તે જ સમયે, એવી ચર્ચા છે કે શિંદે જૂથના ધારાસભ્યો મુખ્યપ્રધાન એકનાથ શિંદે પર દબાણ કરી રહ્યા છે. જેથી કરીને અજિત પવારને નાણા વિભાગ ન આપવામાં આવે. જો કે, શિંદે જૂથના ધારાસભ્યોએ આવા કોઈપણ દબાણને નકારી કાઢ્યું છે.અજિત પવારના સત્તામાં આવ્યા બાદ મહાગઠબંધનના નેતાઓમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. એનસીપીના 9 ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા પરંતુ આ પ્રધાન કયો વિભાગ આપવો તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

  1. Delhi Government Vs Central Ordinance: વટહુકમ સામે શરદ પવારનું સમર્થન મેળવવા સીએમ કેજરીવાલ મુંબઈ પહોંચ્યા
  2. PASA Act: દિલ્હીમાં PASA એક્ટને LG દ્વારા મંજૂરી, લાગુ થશે ગુજરાતનો કાયદો !

ABOUT THE AUTHOR

...view details