ગુજરાત

gujarat

દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ, હથિયારો અને ગ્રેનેડ જપ્ત

By

Published : Oct 12, 2021, 9:57 AM IST

Updated : Oct 12, 2021, 10:22 AM IST

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (Delhi Special Cell) દ્વારા દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકવાદી(Pakistani terrorist)ની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી તરીકે થઈ છે. તે ISIના ઈશારે કામ કરતો હોવાની માહિતી મળી છે. આરોપી પાસેથી અત્યાધુનિક હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. હાલમાં સ્પેશિયલ સેલની ટીમ સમગ્ર ષડયંત્રને લઈને તેની પૂછપરછ કરી રહી છે.

arrested Pakistani terrorist in delhiarrested Pakistani terrorist in delhi
arrested Pakistani terrorist in delhi

  • દિલ્હીમાંથી એક આંતકવાદીની ધરપકડ
  • દિલ્હી સ્પેશિયલ સેલએ કાર્યવાહી કરી
  • આંતકી પાસેથી હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા

નવી દિલ્હી:દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ(Delhi Special Cell) દ્વારા દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકવાદી(Pakistani terrorist)ની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી તરીકે થઈ છે. તે ISIના ઈશારે કામ કરતો હોવાની માહિતી મળી છે. આરોપી પાસેથી અત્યાધુનિક હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. હાલમાં સ્પેશિયલ સેલની ટીમ સમગ્ર ષડયંત્રને લઈને તેની પૂછપરછ કરી રહી છે.

મોટા પ્રમાણમાં હથિયારો મળ્યા

મળતી માહિતી મુજબ, આતંકી હુમલાને લઈને દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસને આવા ઈનપુટ્સ મળ્યા હતા કે, રાજધાનીમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશ્નરે તમામ જિલ્લા પોલીસ કર્મચારીઓ, સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ રહેવા સૂચના આપી હતી. પોલીસ ટીમ આ અંગે સતત કામ કરી રહી હતી અને તેઓએ ગુપ્ત માહિતીના આધારે શંકાસ્પદ આતંકવાદીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસને જાણવા મળ્યું છે કે, તે નેપાળ થઈને દિલ્હી આવ્યો હતો. પોલીસને શંકા છે કે તે તહેવારોની સીઝનમાં કોઈ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. હાલ સમગ્ર ષડયંત્ર અને તેની સાથે જોડાયેલા લોકો વિશે પૂછપરછ ચાલી રહી છે.

નકલી ID બનાવી રહેતો હતો આંતકી

સ્પેશિયલ સેલના DCP પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મોહમ્મદ અશરફ ઉર્ફે અલી પાકિસ્તાનના પંજાબનો રહેવાસી છે. તેની સોમવારે રાત્રે લક્ષ્મીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ ટીમે 8 ઓક્ટોબરે આંતકી કાવતરાનો કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે તે નકલી ID પર ભારતમાં રહે છે. તેણે અલી અહમદ નૂરીના નામે શાસ્ત્રી નગરની નકલી ID બનાવી હતી. પોલીસે તેની પાસેથી નકલી ID, બેગ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તેની પાસેથી એકે -47, મેગેઝિન અને 60 ગોળીઓ પણ મળી આવી હતી. તેના સ્થળ પર કાલિંદી કુંજ ઘાટ પરથી એક હેન્ડ ગ્રેનેડ, બે પિસ્તોલ અને 50 કારતુસ પણ મળી આવ્યા છે. તેની પાસેથી તુર્કમેન ગેટ વિસ્તારમાંથી ભારતીય પાસપોર્ટ પણ મળી આવ્યો છે.

તહેવારોની સીઝનમાં મોટા હુમલાની યોજના

DCP પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મોહમ્મદ અશરફની UPA એક્ટ, વિસ્ફોટક ધારા, આર્મ્સ એક્ટ વગેરેના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે, તે તહેવારોની સીઝનમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસ ટીમ તેની પૂછપરછ કરી રહી છે અને ભારતમાં તેને કોણ મદદ કરી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે કઈ રીતે નેપાળ થઈને ભારત પહોંચ્યો અને આ સમગ્ર ષડયંત્રમાં તેના મદદગાર કોણ છે.

આ પણ વાંચો:

Last Updated :Oct 12, 2021, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details