ગુજરાત

gujarat

Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ

By

Published : Sep 30, 2021, 1:30 PM IST

Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ
Fruits And Vegetables ખાતાં બાળકો માટે ખુશખબર, કેમ કે એક બહુ મોટો લાભ મળે છેઃ અભ્યાસ

યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલિયા દ્વારા પ્રકાશિત સંશોધન મુજબ જે બાળકો ફળો અને શાકભાજી શામેલ ખોરાકને (Fruits And Vegetables) વધુ સારી રીતે ખાય છે, તેમની માનસિક સુખાકારી (mental wellbeing )સારી હોય છે. સંશોધન ટીમ કહે છે કે માનસિક સુખાકારીને શ્રેષ્ઠ બનાવવા અને બાળકોની સંપૂર્ણ ક્ષમતા ખીલવવા માટે શાળા પહેલાં અને દરમિયાન નીતિ નક્કી કરવી જોઇએ. તમામ બાળકો માટે સારી ગુણવત્તાનું પોષણ ઉપલબ્ધ બને તેની ખાતરી માટે જાહેર આરોગ્ય નીતિઓ અને શાળા નીતિઓ ઘડવી જોઈએ.

  • બાળકો માટે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલિયા સ્ટેટ્સનો અભ્યાસ
  • બાળકોના ખોરાક અને માનસિક સુખાકારીનો સંબંધ શોધતો અભ્યાસ
  • તારણઃ ફળો અને શાકભાજી ધરાવતાં પરંપરાગત ખોરાકથી થાય છે મોટો લાભ

યુઇએ હેલ્થ એન્ડ સોશિયલ કેર પાર્ટનર્સની આગેવાની હેઠળ નોર્ફોક કાઉન્ટી કાઉન્સિલના સહયોગથી એક અભ્યાસ, જે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલિયા સ્ટેટ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે, "બાળકો અને યુવાનોમાં ઓછી માનસિક સુખાકારી (mental wellbeing ) વધતા વ્યાપ માટે સોશિયલ મીડિયા અને આધુનિક શાળા સંસ્કૃતિના દબાણને સંભવિત કારણો તરીકે ગણવામાં આવે છે. પ્રારંભિક જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીના મહત્વની વધતી જતી માન્યતા છે કે કિશોરોની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર પુખ્તાવસ્થામાં પણ ચાલુ રહે છે જે જીવનના લક્ષ્યોમાં નબળાં પ્રદર્શનને લઇ મુશ્કેલી સર્જે છે.

બાળકોની આહાર પસંદગી અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે સંબંધ

સંશોધન ટીમે નોર્ફોકના 7,570 માધ્યમિક અને 1,253 પ્રાથમિક શાળાના બાળકો સહિતની 50 શાળાઓમાંથી લગભગ 9,000 બાળકોના ડેટાનો અભ્યાસ કર્યો. યંગ પીપલ્સ હેલ્થ એન્ડ વેલબીઇંગ સર્વેમાંથી લેવામાં આવેલા આ ડેટાનું અધ્યયન કરવામાં આવ્યું હતું. જ્યારે પોષણ અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેની કડીઓ સારી રીતે સમજી શકાય છે. બાળકોની ભાવનાત્મક સુખાકારીમાં (mental wellbeing ) પોષણ ભાગ ભજવે છે કે કેમ તે વિશે હજુ સુધી બહુ જાણીતું નથી. તેથી, અમે સ્કૂલના બાળકોમાં આહાર પસંદગીઓ અને માનસિક સુખાકારી વચ્ચેના જોડાણની તપાસ કરવાનું નક્કી કર્યું હતું.”

અભ્યાસમાં સામેલ બાળકોએ પોતાના આહારની પસંદગી જણાવી હતી અને માનસિક સુખાકારીની વય-યોગ્ય પરીક્ષણોમાં ભાગ લીધો. જેમાં માનસિક સ્વાસ્થ્ય, આરામ અને સારા આંતરવ્યક્તિત્વ સંબંધોને આવરી લેવામાં આવ્યાં હતાં.

સવારનો નાસ્તો અને બપોરનું ભોજન ધ્યાને લેવાયું

યુઈએની નોરવિચ મેડિકલ સ્કૂલના ડૉ. રિચર્ડ હાયહોએ જણાવ્યું કે "પાંચ માધ્યમિક શાળાના બાળકોમાંના એકથી વધુ અને 10 પ્રાથમિક બાળકોમાંથી એકે નાસ્તો કરતો નથી. તેમ જ માધ્યમિક શાળાના 10માંથી એકથી વધુ બાળકોએ બપોરનું ભોજન લીધું નથી. ટીમે પોષણ પરિબળો અને માનસિક સુખાકારી (mental wellbeing ) વચ્ચેના જોડાણને જોયું અને અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા જે અસર કરી શકે છે, જેમ કે બાળપણના પ્રતિકૂળ અનુભવો અને ઘરની પરિસ્થિતિઓ.

ખોરાક કયા પ્રકારનો છે તે પ્રમાણે અસરો તપાસી

અમે એ પણ જોયું કે નાસ્તાના પ્રકાર અને બપોરના ભોજન લેવામાં બંને પ્રાથમિક અને માધ્યમિકમાં ભણતાં બાળકો દ્વારા ખાવામાં આવતા નાસ્તા અને બપોરના ભોજનના પ્રકારો પણ માનસિક સુખાકારી (mental wellbeing ) સાથે નોંધપાત્ર રીતે સંકળાયેલા છે. જે બાળકો પરંપરાગત નાસ્તો ખાતાં હતાં (Fruits And Vegetables) તેઓ અન્ય બાળકો કે જેઓ સ્નેક કે પીણું લેતાં હતાં તેમના કરતાં વધુ સારી સુખાકારીનો અનુભવ કરતાં હતાં. પરંતુ માધ્યમિક શાળાના બાળકો કે જેઓ નાસ્તામાં એનર્જી ડ્રિંક્સ પીતાં હતાં, તેમનામાં ખાસ કરીને માનસિક સુખાકારીનો સ્કોર ઓછો હતો. જે બાળકો નાસ્તો ન કરતા હોય તેના કરતાં પણ ઓછો સ્કોર હતો.

શારીરિક વિકાસને પણ અસરકર્તા છે ભોજન

“30 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના વર્ગમાં અમારા ડેટા મુજબ લગભગ 21 બાળકોએ પરંપરાગત પ્રકારના નાસ્તાનું (Fruits And Vegetables) સેવન કર્યું હતું અને ઓછામાં ઓછા ચાર બાળકને સવારે વર્ગો શરૂ કરતાં પહેલાં ખાવા-પીવા માટે કંઈ જ ન હતું. એ જ રીતે, ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ બપોરના વર્ગમાં કોઈપણ ભોજન લીધા વિના જાય તો આ ચિંતાનો વિષય છે. તેથી શાળામાં માત્ર શૈક્ષણિક દેખાવને જ નહીં, શારીરિક વિકાસને પણ અસર કરે તેવી શક્યતા છે.

આરોગ્ય નીતિ અને શાળામાં ભોજનની નીતિ નક્કી થવી જોઇએ

બીજી રસપ્રદ બાબત જે જાણવા મળી તે એ હતી કે પોષણની એટલી વધુ અસર હોય છે, જેમ કે ઘરમાં નિયમિત દલીલ કરવી અથવા હિંસાત્મક વર્તન કરવા જેવા પરિબળો. "માનસિક સુખાકારીને (mental wellbeing )સુદ્રઢ કરવા અને બાળકોની સંપૂર્ણ ક્ષમતા ખીલવવા સાથે સશક્ત બનાવવા માટે શાળા પહેલાં અને દરમિયાન બાળકો માટે સારી ગુણવત્તાનું પોષણ ઉપલબ્ધ છે તેની ખાતરી કરવી જોઇએ અને આ માટે જાહેર આરોગ્યવિષયક વ્યૂહરચનાઓ અને શાળેય નીતિઓ વિકસિત થવી જોઈએ."

આ પણ વાંચોઃ 'રાગી'ના પોષણ મૂલ્યને જાણો છો ?

આ પણ વાંચોઃ વધુ સારું પોષણ એ સારા પાચનની ગુરુચાવી છે

ABOUT THE AUTHOR

...view details