ETV Bharat / bharat

ગરીબ માટે પોષણ આહાર

author img

By

Published : Sep 7, 2020, 10:51 AM IST

NUTRITION FOR THE POOR
ગરીબ માટે પોષણ આહાર

આજના બાળકોને આવતીકાલ માટે કાર્યક્ષમ માનવ સંસાધનો બનાવવા માટે, સંતુલિત આહારનું ખૂબ મહત્વ છે. પરંતુ વૈશ્વિક પોષણ સૂચકાંકમાં ભારત સતત નીચા ક્રમે રહ્યું છે. બાળકો અને સ્ત્રીઓ માટે સર્વાંગીક અને પૂરતા પોષણની ખાતરી માટે કેન્દ્રએ માર્ચ 2018 માં પોષણ અભિયાન (રાષ્ટ્રીય ન્યુટ્રિશન મિશન) શરૂ કર્યું હતું.

આજના બાળકોને આવતીકાલ માટે કાર્યક્ષમ માનવ સંસાધનો બનાવવા માટે, સંતુલિત આહારનું ખૂબ મહત્વ છે. પરંતુ વૈશ્વિક પોષણ સૂચકાંકમાં ભારત સતત નીચા ક્રમે રહ્યું છે. બાળકો અને સ્ત્રીઓ માટે સર્વાંગીક અને પૂરતા પોષણની ખાતરી માટે કેન્દ્રએ માર્ચ 2018 માં પોષણ અભિયાન (રાષ્ટ્રીય ન્યુટ્રિશન મિશન) શરૂ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતથી, સપ્ટેમ્બરને રાષ્ટ્રીય પોષણ મહિનો તરીકે ઉજવવામાં આવે છે. પોતાના મન કી બાત પ્રસારણમાં વડા પ્રધાન મોદી એ કહ્યું હતું કે, સરકાર આ વર્ષે પણ માપદંડોનું પાલન કરશે. દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ બાજરી, લીલીઓ(ફળી), ડેરી આહાર , શાકભાજી અને ફળો પર ભાર મૂકતાં એક આહાર માર્ગદર્શિકા જાહેર કરી છે.

પરિષદે સગર્ભા સ્ત્રીઓ, દાત્રી માતાઓ અને બાળકો માટેના આહાર ભથ્થાઓની વિગતવાર સૂચિ આપી છે. દુર્ભાગ્યે, મોટાભાગના ભારતીયોની પોષક આહારની મર્યાદિત પહોંચ છે. ભૂતકાળમાં, બાળકોમાં વિટામિન, આયોડિન, જસત, ફોલેટ અને આયર્નની ઉણપનો અંદાજ આંકવા માટે રાષ્ટ્રીય ન્યુટ્રિશન સર્વેએ દેશભરમાંથી 1,12,000 લોહી અને પેશાબના નમૂના એકત્રિત કર્યા હતા. અહેવાલોમાં બટકાપણું, નબળાપણું અને ઓછું વજન હોવાનો નમુના વ્યાપક પ્રમાણ મળ્યા હતા. રોગચાળાએ હાલની બેરોજગારી અને ભૂખમરોની તકલીફોમાં વધારો કર્યો હોવાથી, વંચિત લોકોને તંદુરસ્ત આહાર મળે તે સુનિશ્ચિત કરવું સરકાર માટે અનિવાર્ય છે

વૈશ્વિક પોષણ એહવાલ 2017 માં સામે આવ્યું છે કે, 51 ટકા ભારતીય મહિલાઓ એનિમિયા( ખુન ની કમી ) થી પીડિત છે. યુ.એન.ના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, 19 કરોડ ભારતીયોમાં, અપૂર્ણ આહારને કારણે, પોષણની તીવ્ર ખામી છે. દેશની લગભગ 70 ટકા વસ્તીમાં સ્નાયુ સમૂહનો અભાવ છે. નીતિ આયોગે પોષણને રાષ્ટ્રીય વિકાસ કાર્યસૂચિમાં લાવવા રાષ્ટ્રીય પોષણ વ્યૂહરચના બહાર પાડી. સ્વતંત્ર ભારતની રચના થઇ ત્યારથી એનિમિયા અને કુપોષણ જોખમો સતત રહ્યા છે.

પ્રદૂષિત જળ લાખો બાળકો અને પુખ્ત વયના લોકોને ઝાડા અને ટેપવોર્મ જેવા રોગી બનાવે છે. તંદુરસ્ત ખોરાકના અભાવથી 14 થી 49 વર્ષ ની વયની સ્ત્રીઓ એનિમિક બને છે. આયોગની વ્યૂહરચનાએ કુપોષણના મૂળ કારણોને ઓળખ્યા છે, તેમ છતાં તે વાસ્તવિક પરિસ્થિતિમાં સુધારણા માટે કઈંક ખાસ કરી શકી નથી. કોવિડ-19 ના કારણે પહેલાથી જ લાચાર લોકોની આજીવિકાને નષ્ટ કરી કરી છે. ત્યારે ભૂખમરો કરોડો ભારતીયો માટે મોટો ખતરો છે. આ અભૂતપૂર્વ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં સ્થળાંતર કામદારોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માસિક 5 કિલો અનાજનું રાશન સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે.

એ જ રીતે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂત પાસેથી ઉપજ યોગ્ય ભાવે ખરીદી કરી તેમને ટેકો આપવો જોઇએ. જેનાથી અવરિત પુરવઠાની સાંકળ રચાશે. આ ઉપરાંત, સર્વાંગી પોષણને વાસ્તવિક બનાવવા માટે આંગણવાડી કેન્દ્રોને મજબૂત બનાવવું આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.