ગુજરાત

gujarat

ડુંગળીના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારની નીતિ જવાબદારઃ શરદ પવાર

By

Published : Oct 29, 2020, 2:20 PM IST

ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે કેટલાક પગલાં લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે સરકારના આ પગલાને ડુંગળીના વધતા ભાવ માટે જવાબદાર ગણાવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે ડુંગળીના વધતી કિંમતો માટે કેન્દ્રની નીતિઓને જવાબદાર ગણાવી છે. પવારે કહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓને ડુંગળીની જમાખોરીની સીમા નક્કી કરવા બદલ તેઓ કેન્દ્ર સરકાર સાથે વાત કરશે.

ડુંગળીના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારની નીતિ જવાબદારઃ શરદ પવાર
ડુંગળીના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારની નીતિ જવાબદારઃ શરદ પવાર

  • ડુંગળીના વધતા ભાવને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારનું નિવેદન
  • સરકારના પગલાંના વિરોધમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાઃ પવાર
  • મોટા ભાગની એપીએમસીમાં ખેડૂતોની ગેરહાજરી નોંધાઈ

મુંબઈઃ સરકારના આ પગલાંના વિરોધમાં નાસિકની મોટા ભાગની એપીએમસીમાં વેપારીઓ ડુંગળીની હરાજીમાં સતત ત્રીજા દિવસે ગેરહાજર રહ્યા હતા. એશિયાની સૌથી મોટી ડુંગળી બજાર લાસલગાંવ એપીએમસીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે મહારાષ્ટ્ર એ દેશનું પ્રમુખ રાજ્ય છે. જ્યારે નાસિકને ડુંગળીનું કેન્દ્ર માનવામાં આવે છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીના ઉત્પાદકો અને વેપારીઓ સાથે શરદ પવારે વાતચીત કરી હતી.

શરદ પવારે કહ્યું કે, નિકાસ પ્રતિબંધ અને વેપારીઓ માટે જમાખોરીની સીમા હટાવવા માટે એક યોગ્ય નીતિની જરૂર છે. આમાં દરેક લોકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. પવારે વધુમાં કહ્યું, આ મામલે કેન્દ્રના સંબંધિત અધિકારીઓ સાથે ટૂંક જ સમયમાં વાતચીત કરવામાં આવશે. જોકે, આ નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે, પરંતુ હરાજીને રોકવું એ આનો વિકલ્પ નથી. એવામાં એપીએમસીમાં ડુંગળીની હરાજી ટૂંક જ સમયમાં શરૂ થઈ જવી જોઈએ.

OMG....મુંબઈમાં ડુંગળીનો ભાવ કિલોએ રૂપિયા 80થી 100

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ડુંગળીના ભાવ 80થી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. ડુંગળીના ભાવને અંકુશ લાવવા માટે કેન્દ્રએ ગયા અઠવાડિયે જથ્થાબંધ અને છુટક વેપારીઓ પર 31 ડિસેમ્બર સુધી જમાખોરીની સીમા નક્કી કરી દીધી છે. સરકારે આ પગલું ડુંગળીની અછતને રોકવા અને ગ્રાહકોની રાહત માટે લીધું હતું.

ABOUT THE AUTHOR

...view details