ગુજરાત

gujarat

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ' સેવા સપ્તાહ' તરીકે ઉજવણી, અમિત શાહે દર્દીઓને વહેંચ્યા ફુડ પેકેટ્સ

By

Published : Sep 14, 2019, 12:44 PM IST

નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેની ઉજવણી ' સેવા સપ્તાહ' તરીકે ઉજવવાનું ભાજપે નક્કી કર્યુ છે. આ ઉજવણીના ભાગરૂપે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું. આ ઉપરાંત દર્દીઓને ફળ-ફળાદીનું વિતરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની ' સેવા સપ્તાહ' તરીકે ઉજવણી, અમિત શાહે દર્દીઓને ફુટપેકેટ્સ વહેંચ્યા

17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. એઈમ્સ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન થકી સેવા સપ્તાહની ઉજવણી શરુ કરાઈ છે. હોસ્પિટલમાં સાફ સફાઈ ઉપરાંત દર્દીઓેને ફુડ પેકેટ્સનું વિતરણ કરાયુ હતું.

એઈમ્સના કર્મચારીઓ સાથે અમિત શાહે કરી મુલાકાત

'સેવા સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે એઈમ્સ હોસ્પિટલમાં કામ કરતાં કર્મચારી સાથે પણ ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત કરી હતી.

એઈમ્સમાં અમિત શાહે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ

'સ્વચ્છતા હી સેવા'ના ઉદ્દેશ્ય સાથે સેવા સપ્તાહ કાર્યક્રમનું આયોજન થયુ છે. આ ઉજવણી સાત દિવસ સુધી ચાલશે.

દર્દીઓને ફુટપેકેટ્સ વહેંચ્યા

ABOUT THE AUTHOR

...view details