ગુજરાત

gujarat

છત્તીસગઢમાં વિકાસના ખોટા દાવા, કાંકેરમાં 12 વર્ષની બાળકી 5 KM ચાલી હોસ્પિટલ પહોંચી

By

Published : Jul 2, 2020, 8:43 PM IST

છત્તીસગઢનો કાંકેર જે ભારે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે .જ્યા આલદંડ ગામમાં રહેતી 12 વર્ષીય બાળકીની રાત્રે અચાનક તબીયત ખરાબ થતા તેને હોસ્પિટલ જવું પડ્યું હતું. જેના માટે તેને રસ્તામાં આવતી નદી પાર કરીને હોસ્પિટલ જવાની ફરજ પડી હતી.

છત્તીસગઢના કાંકેરમાં 12 વર્ષની બાળકી 5 KM ચાલી હોસ્પિટલ પહોંચી
છત્તીસગઢના કાંકેરમાં 12 વર્ષની બાળકી 5 KM ચાલી હોસ્પિટલ પહોંચી

કાંકેર : છત્તીસગઢ રાજ્ય નિર્માણને 20 વર્ષ થઇ ગયા છે, ત્યારથી લઇ આજદીન સુધી જેટલી પણ સરકારો સત્તા પર આવી, કોઇએ પણ આ વિસ્તારનો વિકાસ નથી કર્યો ફક્ત વિકાસ કરવાનો દાવો કર્યો છે. જો કે, આ દાવાની વાસ્તવિકતા અલગ જ છે. કોરોના સમયગાળામાં આરોગ્ય વિભાગની પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે કાંકેરમાં 12 વર્ષની બાળકીની સ્થિતિએ સરકારના તમામ દાવા ખોટા સાબિત કર્યા છે. માંદગીની સ્થિતિમાં એક 12 વર્ષની બાળકી 5 કિ.મી.નો અંતરા કાપીને હોસ્પિટલ પહોંચી હતી. એટલું જ નહીં, હોસ્પિટલ જતી વખતે તેણે નદી પણ જાતે પાર કરી હતી.

કાંકેરના ભારે નક્સલ પ્રભાવિત વિસ્તાર સંગમના આલદંડ ગામમાં રહેતી 12 વર્ષની માનકી રાત્રે તેની અચાનક તબીયત ખરાબ થઇ ગઈ હતી. ગામમાં તબીબી સુવિધા ન હોવાને કારણે માનકી આખી રાત તડપી રહી હતી. વહેલી સવારે પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યા હતા, પરંતુ વાહન ન હોવાને કારણે માનકીને 5 કિ.મી. ચાલવું પડ્યું હતું. ગામ અને જે વિસ્તારમાં હોસ્પિટલ છે તે બન્નેની વચ્ચે નદી આવે છે. જ્યાં આજદિન સુધી પુલ બનાવવામાં આવ્યો નથી. માંદગીથી પીડાતી બાળકીને કોઇ સગવડ ન મળતા તેણે જાતે નદી પાર કરી હતી. જે બાદ માનકીને બેઠીયાના પેટા આરોગ્ય કેન્દ્ર પર લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવી હતી.

જ્યાં શહેરોમાં ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. ત્યા રાજ્યના ઘણા ગામોમાં હજી પણ પાયાની સુવિધાઓ નથી. રાજ્યની રચનાના 20 વર્ષ બાદ પણ આરોગ્ય સુવિધા પહોંચી નથી. જો કે સરકાર દરેક ગામમાં આરોગ્ય અને શિક્ષણ લાવવાના દાવા કરી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં કોઇ બીમાર પડી જાય તો જાતે માઇલ સુધી ચાલીને હોસ્પિટલમાં જવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details