ગુજરાત

gujarat

Budget 2024-25: કેન્દ્રીય બજેટના ઈતિહાસની રોચક માહિતી વિશે જાણો વિગતવાર

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 7:11 PM IST

આગામી પહેલી તારીખે કેન્દ્રીય સામાન્ય બજેટ રજૂ થવાનું છે ત્યારે તેની સાથે સંકળાયેલ કેટલીક ખાટી-મીઠી અને ઐતિહાસિક ઘટનાઓ વિશે જાણો. Budget 2024-25 History East India Company 2 Major Changes

કેન્દ્રીય બજેટના ઈતિહાસની રોચક માહિતી વિશે જાણો વિગતવાર
કેન્દ્રીય બજેટના ઈતિહાસની રોચક માહિતી વિશે જાણો વિગતવાર

બંને ફેરફાર યોગાનુયોગ એનડીએ સરકાર દરમિયાન થયા છે

જૂનાગઢઃ ભારતમાં બજેટની શરૂઆત 1860માં થઈ. જેમાં વર્ષ 1999 અને 2017માં ફેરફારો થયા. જોગાનુજોગ એનડીએ સરકાર દરમિયાન બજેટમાં આ બંને પરિવર્તન થયા છે. જૂનાગઢના અર્થશાસ્ત્રના અધ્યાપકે જણાવી રહ્યા છે બજેટ ઈતિહાસની રોચક માહિતી.

બજેટનો અનેરો ઈતિહાસઃ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન પ્રથમ વખત વર્ષ 1860માં સામાન્ય અંદાજપત્ર જેમ્સ વિલિયમ્સે રજૂ કર્યું હતું. ત્યારથી આજ દિન સુધી દર વર્ષે સામાન્ય અંદાજપત્ર રજૂ થતું આવે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન પૂર્ણ થયા બાદ પ્રથમ વખત નાણાં પ્રધાન તરીકે સનમુગમ શેટ્ટી એ આઝાદી બાદ પ્રથમ વખત દેશની સંસદમાં સામાન્ય વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યુ હતો. આ અંદાજપત્ર 1999 સુધી સાંજના પાંચ વાગ્યા બાદ રજૂ થતું હતું.

સમય અને તારીખ બદલાયાઃ બજેટ રજૂ કરવાનો સમય બદલવાનો પણ ઈતિહાસ છે. સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાનું મુખ્ય કારણ બ્રિટનમાં સવારના 11 વાગ્યા હોય છે તે ગણવામાં આવે છે. અંગ્રેજોએ શરૂ કરેલી આ પ્રથા 1998 સુધી ભારતમાં જોવા મળી હતી. વર્ષ 1999માં તત્કાલીન નાણાં પ્રધાન યશવંત સિંહાએ સવારે 11:00 કલાકે બજેટ રજૂ કર્યુ. ફેબ્રુઆરીની છેલ્લી તારીખે રજૂ થતું બજેટ હવે ફેબ્રુઆરીની 1લી તારીખે રજૂ થાય છે. આ ફેરફાર નાણાં પ્રધાન અરુણ જેટલી લાવ્યા હતા. આ બંને ફેરફાર યોગાનુયોગ એનડીએ સરકાર દરમિયાન થયા છે.

રેલવે બજેટનો સમાવેશઃ 1860થી ભારતમાં વાર્ષિક સામાન્ય અંદાજપત્ર રજૂ કરવાની એક પરંપરા જોવા મળતી હતી. જેમાં ત્રીજો સૌથી મોટો ફેરફાર 2017માં કરાયો. પહેલા સામાન્ય અંદાજપત્રની સાથે અલગથી રેલવે વિભાગનું અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2017માં પ્રથમ વખત સામાન્ય અંદાજપત્રની સાથે રેલવેના અંદાજપત્રને જોડીને એકમાત્ર નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરવાની પરંપરા શરૂ થઈ. આ વર્ષે પણ આ જ પ્રકારે સામાન્ય અને રેલ્વે બજેટ મળીને એક નાણાંકીય વર્ષનું અંદાજપત્ર રજૂ થશે.

દેશનું પ્રથમ બજેટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલિયમ્સે 1860માં રજૂ કર્યુ હતું. ત્યારબાદ બજેટના સમય અને તારીખમાં ફેરફાર થયા હતા. સાંજે 5 કલાકે રજૂ થતું બજેટ સવારે 11 કલાકે રજૂ કરવામાં આવે છે. જ્યારે ફેબ્રુઆરીની છેલ્લી તારીખે રજૂ થતું બજેટ ફેબ્રુઆરીની 1લી તારીખે રજૂ થાય છે. યોગાનુયોગ આ બંને ફેરફાર એનડીએ સરકાર દરમિયાન જોવા મળ્યા...અરવિંદકુમાર મયાત્રા(અધ્યાપક, અર્થશાસ્ત્ર, જૂનાગઢ)

  1. Union Budget 2024-25: જાણો બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ કેમ નથી થયો?
  2. PARLIAMENT BUDGET : મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી થશે શરૂ

ABOUT THE AUTHOR

...view details